‘દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી...’ સુરતમાં સ્વામિનારાયણના વધુ એક સાધુ નિલકંઠ ચરણ સ્વામીનો બફાટ

  • March 26, 2025 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર સનાતન ધર્મના દેવી-દેવતાઓ ઉપર વિવાદિત ટીપ્પણીઓ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ ચરણ સ્વામીએ ભગવાન દ્વારકાધીશ પર વિવાદિત ટીપ્પણી કરી છે. તેઓએ સભામાં જણાવ્યું હતું કે, દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી. હાલ વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


વીડિયોમાં સ્વામિનારાયણ 
વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, “મહારાજ કહે છે કે જ્યારે અમે દ્વારિકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા.


સ્વામી વિવાદીત નિવેદનને લઈ ચર્ચામાં
સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યા છે. 59 સેકન્ડના આ વીડિયોમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે.


વીડિયો અંગે ગુરુકુળ તરફથી કોઈપણ નિવેદન આપવાની ના
અત્રે ઉલ્લેખનીય છે કે, 59 સેકન્ડના આ વીડિયોમાં સ્વામીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીજી બાજુ, જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળે આ વીડિયો અંગે કોઈ પણ નિવેદન આપવાની ના પાડી હતી. ગુરુકુળના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “સ્વામી વેડરોડ ખાતે રહે છે, આ વીડિયોમાં ઘણા એડિટ છે.”

ધાર્મિક ગ્રંથ અને વીડિયોમાં આપેલું નિવેદન એક કે અલગ અલગ?
સૌથી મહત્વની વાત એ છે કે, હાલ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથને લઈને વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે, જેના કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુ સમાજે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી બાજુ, સુરત સ્વામિનારાયણ ગુરુકુળના એક સ્વામીએ આપેલું આ નિવેદન પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે. હાલ જોતા સ્વામી દ્વારા આપવામાં આવેલું નિવેદન આ ગ્રંથમાંથી વાંચીને આપવામાં આવ્યું છે કે કેમ તે તપાસનો વિષય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application