સોની બજારમાંથી વધુ એક બંગાળી કારીગર સોનુ લઈ ફરાર થઈ ગયાની ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાથીખાના વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં દુકાન ધરાવનાર મૂળ બંગાળના જ વતની વેપારીએ બંગાળી કારીગર પિયા ૯.૦૯ લાખનું સોનું લઈ ફરાર થઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
છેતરપિંડી–વિશ્વાસઘાતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાથીખાના શેરી નંબર ૬૧૫ માં રહેતા મોહમ્મદ ઇકરામુલ હક્ક(ઉ.વ ૪૯) નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ રામનાથપરા મેઇન રોડ પર રહેતા હસનઅલી શૈયફલ આલમ શેખનું નામ આપ્યું છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સોની બજાર જૂની ગધીવાડ માધવ દર્શન કોમ્પલેક્ષમાં જસ્મીન મશીન કટ નામની દુકાન આવેલી છે અહીં તે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. આરોપી હસન અલીને તેઓ છેલ્લા એકાદ વર્ષથી ઓળખે છે.
દરમિયાન ગત તારીખ ૧૨–૧૦–૨૦૨૪ ના તેણે આરોપી હસન અલીને ૧૦૦ ગ્રામ ફાઈન સોનાનું એક બિસ્કીટ અને ૧૮ કેરેટ ૨૯ ગ્રામનો સોનાનો ચેન કાનમાં પહેરવાની બુટ્ટી બનાવવા માટે આપ્યો હતો. જે પાંચ દિવસમાં તૈયાર કરી પરત આપવાની શરતે આ સોનું આપ્યું હતું બાદમાં પાંચ દિવસ બાદ વેપારીએ આ હસનઅલીને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો જેથી તેના ઘરે જઈ તપાસ કરતા મકાનમાલિકે કહ્યું હતું કે, હસનઅલી કયાંક જતો રહ્યો છે બાદમાં તેની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો ન લાગતા વેપારીએ બંગાળી કારીગર હસનઅલી ૧૦૦ ગ્રામ ફાઈન સોનાનું બિસ્કીટ જેની કિંમત પિયા ૭.૪૫ લાખ તથા ૧૮ કેરેટનો ૨૯ ગ્રામ સોનાનો ચેન કિંમત પિયા ૧.૬૪ લાખ મળી કુલ .૯.૦૯ લાખનું સોનું બુટ્ટી બનાવી પાંચ દિવસમાં પરત આપવાની શરતે લઈ ગયા બાદ પરત ન આપી નાસી ગયો હોય આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech