જામનગરમાં આજે પણ વધુ ૧૧ મોત

  • October 28, 2020 02:04 AM 232 views

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાથી મૃત્યુ થયેલા દર્દીની સંખ્યા આજે પણ વધી છે, જયારે શહેરના ૫૯ અનેે ગ્રામ્યના ૨૩ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જયારે જામનગર શહેરના ૫૯ અને ગ્રામ્યના ૨૫ દર્દીઓ સહિત ૯૪ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે, દુ:ખની વાત તો એ છે કે હજુ પણ યમરાજાનો કાળો કેર યથાવત રહયો છે, ગઇકાલે બપોરે ૩ વાગ્યાથી આજે સવારે ૯ વાગ્યા સુધીમાં બહારગામના ૩ સહિત કુલ ૧૧ દર્દીના કોવિડ હોસ્પીટલમાં મોત થયા છે, સુચક બાબત તો એ છે કે આ મૃતકોમાં ૩૧, ૩૩ અને ૩૭ વર્ષની ઉમરના દર્દીઓનો સમાવેશ થાય છે, જયારે છેલ્લા ૧૫ દિવસમાં ૧૬૮ દર્દીઓના સરકારી કોવિડ હોસ્પીટલમાં મૃત્યુ થયા છે જયારે છેલ્લા ૧૫ દિવસમાં પોઝીટી દર્દીની સંખ્યા ૧૩૪૯ નોંધાઇ છે, જેમાં શહેરના ૯૬૯ અને ગ્રામ્યના ૩૮૦ પોઝીટીવ કેસ નોંધાયા છે. જામનગરની કોવિડ હોસ્પીટલમાં ગઇકાલે ૧૪ના મોત થયા બાદ આજે ૧૧ના મોત થયા છે, એટલે કે બે દિવસમાં ૨૫ દર્દીઓ યમના ધામ પહોંચી ગયા છે, ટોટલ એકટીવ કેસ ૩૧ છે, અને નવા ૨૩ કેસ આવ્યા છે જયારે ૨૫ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હજુ સુધી મૃત્યુ આંક ૧૪ નો બતાવવામાં આવ્યો છે, 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application