સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાતેદારોે હેરાન-પરેશાન 

  • May 25, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં મોટી સંખ્યામાં ગ્રામ્યપંથકના ખાતેદારોનેે પોતાના કામ માટે આવે છે પરંતુ તેઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પીવાના પાણી સહિત પાયાની વ્યવસ્થા પણ કરવામાં આવી નહીં હોવાથી વહીવટ કરવા આવેલા લોકો મુશ્કેલીમાં મુકાય છે.
પોરબંદરમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંયુકત સાહસ એવી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની પોરબંદર શાખાના હાલમાં લોન,ધિરાણ સહિત ખેડૂતોની જુદા-જુદા પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે તે ઉપરાંત માર્કેટીંગ યાર્ડ પણ ખુલી જતાં ખેડૂતો તેમની રકમના ચેક સહિત રોકડ જમા કરાવવા અહીંયા આવતા હોય છે પરંતુ તેઓને તંત્ર દ્વારા કોઇ જ પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. 3-4 દિવસથી અહીંયા લાઇનમાં ઉભતા અસંખ્ય અરજદારો ફરિયાદ કરતા જણાવે છે કે, વહેલીસવારથી લાઇનો લાગી જાય છે અને બપોરે પોણા બે વાગ્યે તો કામગીરી નિયમ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે આથી વધારાના કાઉન્ટર શ કરવા જોઇએ તે ઉપરાંત પીવાના પાણીની પણ કોઇ જ સુવિધા ઉપલબ્ધ હોતી નથી તેથી ગામડેથી આવતા ખાતેદારો તરસ્યા રહે છે તેવી જ રીતે બેઠક વ્‌યવસ્થા પણ નથી અને બહાર લાઇનમાં ઉભતા ખાતેદારોને તડકામાં ખુબ જ હેરાન-પરેશાન થવું પડે છે તેથી યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા અમારી માંગ છે તેમ જણાવાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS