કોઈની ઈચ્છા વિરુદ્ધ રંગ (કલર) ઉડાડવામાં આવશે, તો તેમની સામે જાહેરનામાના ભંગ અંગે કડક કાર્યવાહી
જામનગર જિલ્લામાં આગામી તારીખ ૨૪ અને ૨૫ માર્ચના રોજ હુતાસણી- ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે. આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭ (૧) તળે તેમને મળેલી સત્તાની રુએ જાહેરનામુંં બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં આગામી તારીખ ૨૩.૩.૨૦૨૪ ના સાંજે ૬.૦૦ કલાકથી આગામી તારીખ ૨૫.૩.૨૦૨૪ ના ૨૪.૦૦ કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિ. કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહિ. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિ, કે તેનો ફેલાવો કરી શકાશે નહિ.
ઉકત જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાંં ઓછા ૪ મહિનાની અને વધુમાંં વધુ ૧ વર્ષ સુધીની સજા થશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ (૧) મુજબ દંડની પણ સજા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMઅટલ સરોવર પાસે બાઇકમાં સ્ટટં કરી ફટાકાડા ફોડનાર ૩ શખસોની ધરપકડ
November 07, 2024 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech