ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધો.૧૦ અને ૧૨માં લેવાનારી બોર્ડની પરીક્ષાના કાર્યક્રમમાં ધુળેટીની રજાને લઇને ઊભી થયેલી દ્રિધા બાદ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તા.૪થી માર્ચના રોજ વિવિધ પરીક્ષાઓ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે નવી વ્યવસ્થા પ્રમાણે ૪થીએ ધુળેટીની રજા જાહેર કરવામાં આવી છે. જેના કારણે હવે આ દિવસે યોજનારી ધો.૧૦ અને ૧૨ની વિવિધ વિષયોની પરીક્ષાઓ ૧૬મીથી ૧૮મી માર્ચ વચ્ચે લેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા એકેડેમિક કેલેન્ડર ને ધ્યાનમાં રાખીને ગત તાતારીખ આઠમી નવેમ્બરના રોજ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં તારીખે ૨ અને ૩ માર્ચ રજા રાખવામાં આવી હતી પરંતુ તારીખ ચોથી માર્ચ ધોરણ ૧૦ અને ૧૨ ના જુદા જુદા દસ વિષયોની પરીક્ષા રાખવામાં આવી હતી..
રાજ્ય સરકાર દ્રારા ૨૦૨૬–૨૭ની જાહેર રજાઓની યાદી પ્રસિદ્ધિ કરવામાં આવી. જેના કારણે હવે આઠથી વધારે વિષયની પરીક્ષા હવે નવા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે
સરકારે જાહેર કરેલી રજાની યાદીમાં તા.૪થી માર્ચે ધુળેટીની રજા છે. ૪થી માર્ચે ધુળેટીની રજા જાહેર કરતાં શિક્ષણ બોર્ડે આ દિવસે યોજનારી પરીક્ષાઓમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. બોર્ડ દ્રારા કરાયેલા ફેરફાર પ્રમાણે ધો.૧૦માં સમાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા જે અગાઉ તા.૪ માર્ચે યોજવાની હતી તે હવે તા.૧૮મી માર્ચે લેવાશે.
આ રીતે ધો.૧૨ સાયન્સમાં જીવવિજ્ઞાનની પરીક્ષા હવે નવી વ્યવસ્થા પ્રમાણે ૧૬મી માર્ચે લેવાશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા ૧૭મી માર્ચે અને ઇતિહાસની પરીક્ષા ૧૮મી માર્ચે યોજાશે. ઉપરાંત વ્યવસાયલક્ષી પ્રવાહમાં જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણ શાક્ર, શાક્ર અને વાણિય સંચાલન અર્થશાક્ર તેમજ પદાર્થવિજ્ઞાન અને અર્થ સમાજ શાક્ર, મનોવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષા નવી વ્યવસ્થા પ્રમાણે ૧૮મી માર્ચના રોજ યોજવામાં આવશે. સંસ્કૃત પ્રથમાની સામાજિક વિજ્ઞાન અને મધ્યમાની સમાજશાક્ર વિષયની પરીક્ષા તા.૧૬મી માર્ચે લેવાશે. આમ, તા.૪ના રોજ લેવાનારી જુદી જુદી પરીક્ષાઓ ૧૬થી ૧૮મી માર્ચ વચ્ચે ગોઠવીને નવો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે