બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકની નવી તારીખની જાહેરાત, હવે આ દિવસે ભાજપ વિરોધી નેતાઓ થશે એક

  • July 03, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિરોધ પક્ષોની બીજી સામાન્ય સભાની નવી તારીખ સામે આવી છે. હવે વિપક્ષી દળોની આ બેઠક 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં યોજાશે. પટનામાં યોજાયેલી બેઠકમાં હાજર તમામ રાજકીય પક્ષોને કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સવારે જ આ બેઠક બીજી વખત મુલતવી રાખવાનો મામલો સામે આવ્યો હતો. પટનામાં યોજાયેલી બેઠકમાં હાજર તમામ રાજકીય પક્ષોને કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.


કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને મીટિંગની નવી તારીખ વિશે જાણકારી આપી હતી. આ સાથે વેણુગોપાલે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમે સાથે મળીને દેશમાં નફરત ફેલાવનારાઓને દૂર કરવા માટે કામ કરીશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application