રાજકોટની રૈયા ટીપી સ્કિમ નંબર-૧ના ફેરફારો જાહેર

  • March 28, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો અનુસાર નગર રચના અધિકારી,નગર નિયોજક-૧ દ્વારા રૈયા યોજના અંગેના બીજા ફેરફાર સાથે નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જેના ઉતારા દરેક મિલકત માલિકોને પહોંચાડવામાં આવશે. આ નિર્ણયો અંગે અસંતોષ થયો હોય તેવા હિત ધરાવતી વ્યક્તિઓ કે માલિકોને ઉતારાની નકલ મળ્યે એક માસની અંદર અપીલ કરવાની રહેશે.

અપીલ માટે પ્રમુખ, બોર્ડ ઓફ અપીલ, બોર્ડ ઓફ અપીલની કચેરી, c/o મુખ્ય નગર નિયોજકની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે ચ-૩, ક્રોસ રોડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ અપીલના મેમોરેન્ડમની મૂળ નકલ પર લગાવી, ત્રણ નકલમાં લેખિત અરજી કરી શકાશે.

રૈયા આખરી યોજનાની સંપૂર્ણ માહિતી નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીની કચેરી, નગર નિયોજક-૧, રાજકોટ નગર રચના યોજના, આર.એમ.સી.મલ્ટી એકટીવિટી સેન્ટર, પ્રથમ માળ, નાનામવા સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન નિરીક્ષણ માટે રાખવામાં આવેલ છે જેની હિત સંબંધિત વ્યક્તિઓએ નોંધ લેવા નગર રચના અધિકારી નગર નિયોજક-૧એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application