સૌરાષ્ટ્ર-ગુજરાતના માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરો

  • February 17, 2021 11:41 PM 1103 views

 

સૌરાષ્ટ્ર-ગુજરાતના માછીમારો માટે ચોકકસ રાહત પેકેજની જાહેરાત કરવા માટે વડાપ્રધાનને પોરબંદરથી રજુઆત થઇ છે.
પોરબંદરના મરીન ફીશરીઝ કો.ઓપરેટીવ સોસાયટીના મનીશભાઇ લોઢારીએ કરેલી રજુઆતમાં જણાવ્‌યું છે કે, માછીમારી ધંધામાં છેલ્લા 3 વર્ષથી માછીમારી ઉદ્યોગમાં મહામારી ચાલી રહી છે. મચ્છીનો જથ્થો મળતો નથી, મચ્છીના ભાવો અપુરતા મળે છે, બોટ ચલાવી શકાય તેમ નથી, ડીઝલના ભાવો આસમાને જઇ રહ્યા છે, મોંઘવારી અતિશય વધી રહી છે, પગાર ધોરણ ઉંચુ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં બોટ ચલાવી શકાય તેવી પોઝીશન રહી નથી એટલે હાલમાં 70 ટકા માછીમાર બોટ બંધ થઇ ગઇ છે અને માછીમારો બે હાલ થઇ ગયા છે. બેકારીના કહેરમાં હોમાઇ જઇ રહ્યા છે, આવી પરિસ્થિતિના આધારે આ ઉદ્યોગને લગતા ધંધાદારી, દુકાનો, સ્પેશપાર્ટસ, નેટ-જરીના ધંધાદારી, લારી-ગલ્લાવાળા, મજુરો બધા બેકાર બની રહ્યા છે.
માછીમારોને બેંકમાંથી લોન લીધેલ હોય તેમના હપ્તા ભરવાની શક્તિ નથી રહી જેમ કે ઘરના કુટુંબને બે ટંક જમવાના ફાંફા થઇ ગયા છે. આવી હાલતમાં સરકારએ આગળ આવી માછીમાર ને વહેલીતકે સહાય કરવી જોઇએ તો દેશના માછીમાર ડુબતા બહાર કાઢવા જોઇએ નહીં તો બેકારીના કહેરમાં હોમાઇ જશે.
આમ જ વધારામાં સરકારના નિર્ણય પ્રમાણે રાજયની 1900 ફેકટરીના ઝેરી કેમીકલ યુકત પાણીનો નિકાસ પાઇપલાઇન મારફતે દરિયામાં ઠાલવવાની મંજુરી અપાઇ રહી છે. તે ઝેરી પાણી દ્વારા દરિયામાં જે માછલી બચી છે તેનો નાશ કરી નાખશે. આ બાબત અગાઉ સરકારને અવાર-નવાર પયર્વિરણ બાબતની જાણ કરેલ છે, પણ આ બાબત સરકાર તથા પયર્વિરણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યા છે. તો આવા વિચાર દ્વારા નુકશાન માછીમાર પ્રજાને થશે તો વહેલીતકે ધ્યાન દોરો નહીં તો સમગ્ર રાજયમાં અંધાધુહત મહામારી, લુંટ-ફાટ ઉભી થવામાં વાર નહીં લાગે અને માછીમારો અને એમને લગતા ધંધાદારી, શહેરના વેપારીઓ બેકાર થઇ જશે અને મહામારી ઉભી થથશે તો ફરીવાર સરકારને આ બાબત પર ધ્યાન દોરવા માંગ છે.
ડીઝલ-પેટ્રોલમાં દિવસેને દિવસે ભાવવધારો થઇ રહ્યો છે, આજની પરિસ્થિતિમાં માછીમારોને આવા ઉંચા ભાવોથી માછીમારી કરવી શકય થતી નથી, બોટમાં ર000 લીટર થી 3000 લીટર ડીઝલનો જથ્થો લેવો પડે છે, નજીકમાં માછીમારીને પ્રદુષણના કારણે માછલી મળતી નથી અને દૂરના દરિયામાં જવું પડે છે છતાં માછલી મળતી નથી અને માછીમારોને ધંધો કરવો પોસાય તેમ નથી માટે સરકારને  જણાવવાનું કે, ડીઝલના ભાવમાં સ્પેશ્યલ ઘટાડો કરવો જોઇએ તો જ આ ધંધો ચાલી શકે.
આવી પરિસ્થિતિને સરકાર ધ્યાનમાં લઇ માછમારી ઉદ્યોગને ટકાવી રાખવા અને બેકારી, મહામારીમાંથી બચાવવા જવાબદારીપૂર્વક સાચા મનથી બોટ માલીકોને ગુજરાત રાજય તરફથી આ ધંધાને ફરીથી બેઠો કરવા રાહત પેકેજ (સહાય યોજના) આપવી જોઇએ. બોટ દીઠ પ લાખ થી 10 લાખ આપવા જોઇએ, જેમ કે છેલ્ાલ 3 વર્ષથી માછીમારો સહન કરી રહ્યા છે અને ભયંકર પરિસ્થિતિ તરફ જઇ રહ્યા છે તો આ બાબત જરી પગલા લઇ વહેલીતકે માછીમારોને સહાય કરી ધંધાને ટકાવી રાખવા નહીં તો છેલ્લો વિકલ્પ આંદોલન તરફ જવા સિવાય રસ્તો નથી.
આમ છતાં કોવિડ-19ની મહામારીનો મોટો ફટકો પડેલ છે આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે તથા રાજય સરકારે ખેડૂતો કિશાન ભાઇઓને સહાય કરી છે તો અમો પણ સાગર ખેડૂતો છે. અમારા ઉપર પણ સીધી સહાય રાહત પેકેજ આપવું જોઇએ. કુદરતી આફતો સીઝનમાં બે થી 3 વાર હોય છે અને તેમાં વારંવાર નુકશાન થાય છે. ધંધામાં માછલા મળતા નથી, ડીઝલનો ભાવો આસમાને હોય છે તે સરકારને ધ્યાન પર હોય છે છતાં નજર અંદાજ થાય છે તો આ બાબતે યોગ્ય કરવા માંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application