ખંભાળિયાની એનિમલ કેર સંસ્થા દ્વારા 1962 ને સેવા-સહકાર: સૌરાષ્ટ્રમાં નામ ગુંજ્યું
સરકાર દ્વારા પશુ સેવા માટે કાર્યરત એમ્બ્યુલન્સ 1962 નો સંપૂર્ણ રીતે સદઉપયોગ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં અવલ ક્રમે સેવા આપનાર ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરુણા એનિમલ હેલ્પ લાઇન જી.વી.કે. (GVK) પ્રમાણ પત્ર મળ્યું છે.
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓની સરકારે નોંધ લીધી છે. અબોલ પશુઓની સેવામાં તત્પર એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અસંખ્ય ગૌવંશ અને શ્વાન, બિલાડી, પક્ષીઓની સેવા સારવાર કરી નવ જીવન અપાયું છે. ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલા કરુણા એનિમલ હેલ્પ લાઈન GVK નો સંપૂર્ણ રીતે સદુપયોગ કરીને પોરબંદર, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લાને ટક્કર આપીને દ્વારકા જિલ્લાની પ્રથમ સંસ્થા એનિમલ કેર બની. જે સરકાર દ્વારા ચાલતી કરુણા એનિમલ હેલ્પ લાઈન 1962 ને કોલ કરી, સંપૂર્ણ રીતે અબોલ પશુઓને લાભ અપાવા બદલ પ્રમાણપત્રની હકદાર બની છે.
અમદાવાદ ખાતે યોજાયેલ કરુણા એનિમલ કાર્યક્રમમાં એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે કપિલભાઈ રત્નાકરને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:09 PMજામનગર-મુંબઇ ફલાઇટ સતત બીજા દિવસે પણ રદ્દ, મુસાફરો હેરાન-પરેશાન
May 14, 2025 01:08 PMખંભાળિયાના બજાણા ગામે વિજ ટાવર ધરાશાયી થતા ૩ શ્રમિકના મોત
May 14, 2025 12:52 PMમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMગુજરાતમાં 100 એસી સહિત 2063 નવી એસટી બસ આવશે, જાણો રાજકોટને કેટલી બસ મળશે
May 14, 2025 12:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech