શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીના આપઘાતના બનાવવાને લઈ ભરવાડ સમાજમાં રોષ

  • October 21, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધીકા તાલુકાના મોટાવડા હાઇસ્કુલના ધોરણ 11 ના વિદ્યાર્થીઓ શિક્ષકોના ત્રાસથી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જે અંગે શાળાના આચાર્ય અને બે શિક્ષિકા સામે ગુનો નોંધાયો છે. બીજી તરફ આ ઘટનાને ભરવાડ સમાજમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે આજરોજ ભરવાડ સમાજના સંતો અને આગેવાનો વિદ્યાર્થીના ઘરે પહોંચી પરિવારને સાંત્વના પાઠવી હતી. સાથોસાથ વિદ્યાર્થીને મરવા મજબૂર કરનાર શિક્ષકો સામે કડક કાર્યવાહી થાય અને વિદ્યાર્થીના પરિવારને સરકારી નોકરી મળે તેવી માંગણી કરી હતી.
લોધીકા તાલુકાના છાપરા ગામે રહેતા અને અહીં મોટાવડા ગામે હાઈસ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરનાર ધ્રુવીલ ભરતભાઈ વરૂ(ઉ.વ16) નામના વિદ્યાર્થીએ શનિવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો વિદ્યાર્થી પર પરીક્ષામાં પેપર ચોરીનું આળ મુકતા તેણે આ પગલું ભરી દીધું હતું. જે અંગે તેને મરવા મજબૂર કયર્નિો શાળાના આચાર્ય સચિન વ્યાસ, મોસમીબેન શાહ અને વિભૂતિબેન જોશી સામે ગુનો નોંધાયો હતો.
બીજી તરફ ભરવાડ પરિવારના વિદ્યાર્થીએ આપઘાત કયર્નિી આ ઘટનાને લઇ ભરવાડ સમાજમાં શોકની સાથે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. આજરોજ ભરવાડ સમાજના ગુજરાત ભરમાંથી સંતો અને આગેવાનો વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા અને તેના પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પ્રકરણમાં આરોપીને કડકમાં કડક સજા થાય અને પરિવારના સભ્યોને સરકારી નોકરી મળે તેવી રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ તકે ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ભરતપુરી બાપુ, દેવીદાસ બાપુ, કિશન ભગત તથા રાજકોટ ભરવાડ સમાજના આગેવાન રણજીત મુંધવા, લખન મુંધવા, હરેશ ઝાપડા, મશરૂભાઈ મુંધવા, ગોંડલ ભરવાડ સમાજના આગેવાન સામંતભાઈ બાંભવા, જેસાભાઇ ઝાપડા, પાંચાભાઇ તારીયા, સુરેન્દ્રનગર ભરવાડ સમાજના આગેવાન કાળુભાઈ માંગુડા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application