જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા દબાણ અને ન્યુસન્સના નામે મસ મોટા દડં ફટકારતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. શહેરમાં પાકિગ પોલિસીના ઠેકાણા નથી આડેધડ વાહનોના પાકિગ થાય છે,લારી ગલ્લ ા, ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહીના બદલે માત્ર ને માત્ર વેપારીઓને જ નિશાન બનાવતા નારાજગી છવાઈ છે.
મહાનગરપાલિકા દ્રારા થોડા દિવસોથી ટ્રાફિકને નડતરપ હોવાના બહાને વેપારીઓને આડેધડ દડં ફટકારવામાં આવી રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં તો દુકાનોને સીલીંગ પણ કરવામાં આવ્યું છે. રસ્તા, પાકિગ પોલીસી, ગેરકાયદેસર દબાણ સહિતની કામગીરીના બદલે ન્યુસન્સ ચાર્જના નામે વેપારીઓને દડં ફટકારવામાં આવી રહ્યા છે. સામાન્ય જારી રાખવાના કિસ્સામાં અડધો લાખનો દડં ફટકારવામાં આવે છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં આડેધડ લારી, રસ્તા પર જ પાથરણા ધારકો જમાવીને બેઠા હોય છે. મુખ્ય બજારમાં તો ચાલવાની પણ જગ્યા રહેતી નથી તેવી રીતે વાહનો અને લારીઓ પાર્ક કરેલ હોય છે છતાં પણ તત્રં તેની સામે કાર્યવાહી કરવાના બદલે સામાન્ય વેપારીને દડં ફટકારી રહ્યું છે જે યોગ્ય ન હોવાનું વેપારીઓમાંથી જ સૂર વહી રહ્યો છે. ગેરકાયદેસર બાંધકામો તો શહેરમાં રાફડો છે.અત્યાર સુધીમાં તત્રં દ્રારા એક પણ ગેરકાયદેસર બાંધકામને સીલીંગ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અમુક કન્સ્ટ્રકશન સાઈડ માં કોન્ટ્રાકટર દ્રારા તો રસ્તા પર જ કપચીઓ અને રેતીઓ નાખેલી હોય છે છતાં પણ તેઓની સામે કાર્યવાહી કરવાના બદલે માત્રને માત્ર સામાન્ય વેપારીને જ નિશાન બનાવવામાં આવે છે. દબાણ હોય તો દડં ફટકારવા આવકાર્ય છે પરંતુ બિનજરી કનડગતથી વેપારીઓમાં નારાજગી છવાઈ છે.
વોકળા પર દબાણો હોય કે ફટપાથ પર લારી ધારકો હોય તેઓની સામે હજુ સુધી દૂર કરવાની કોઈ કાર્યવાહી થઈ નથી. શહેરમાં પાકિગ પોલિસી ની અમલવારી કરવાનો દાવો કરતી મહાનગરપાલિકા હજુ સુધી સરકાર માંથી પોલીસી મંજૂર કરાવી શકી નથી અને કોમ્પલેક્ષમાં બેઝમેન્ટમાં દુકાનો ખડકી દેવામાં આવી છે જેથી પાકિગની પણ મુશ્કેલી થઈ રહી છે. મહાનગરપાલિકાના બિલ્ડીંગમાં પાકિગ માટે અરજદારોને મુશ્કેલી થઈ રહી છે. મનપાના પાકિગમાં મોટર કાર રહી શકે તેટલી જગ્યા જ ન હોવાથી અરજદારોને ના છૂટકે રસ્તા પર જ વાહન પાર્ક કરવું પડે છે. વૈભવ ચોકથી બસ સ્ટેન્ડ સુધીના રસ્તે તો આડેધડ મોટરકારના ખડકલા રસ્તા પર જ પડા રહે છે, પ્રતિબધં હોવા છતાં પણ મીની બસ બેફામ મુસાફરો ભરી રહી છે. રવિવારે બહાઉદીન કોલેજથી મોતીબાગ સુધીના રસ્તા પર તો જાણે કે મેળો ભરાયો હોય તેવા લારીઓના ખડકલા જોવા મળે છે છતાં પણ તત્રં આખં આડા કાન કરી રહ્યું છે . પરંતુ માત્રને માત્ર વેપારીઓને દડં ફટકારવામાં આવી રહ્યા છે .જેથી વેપારીની માતૃ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ પણ આ મુદ્દે અવાજ ઉઠાવે તેવી માંગ કરવામાં આવી રહી છે
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા જાહેરમાં દબાણ મુદ્દે ૮.૫૨ લાખની નોટિસ ફટકારી
જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા ટ્રાફિકને નડતરપ અને બાંધકામ સાઈટ પર દબાણ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં આગાખાન હોસ્ટેલ પાસે આવેલ જે ઠાકર ચા, તેની બાજુમાં આવેલ જય ઠાકર ધણી ચા એન્ડ કોલ્ડ્રીંક, સરદાર ચોકમાં આવેલ જય બેકરી, કાળવા ચોકમાં આવેલ રજવાડી ચા, એમ.જી રોડ પર આવેલ જલારામ ફરસાણ સામે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર રસ્તામાં જ ચા ની કેટલી ગેસના ચૂલા અને ઓટલા કરી નડતર કરવા બદલ કડક કાર્યવાહી કરી છે. કમિશનર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ, ડેપ્યુટી કમિશનર ઝાપડા અને જાડેજા ના નિદર્શન હેઠળ મનપાની ટીમ દ્રારા દબાણ કારોને દડં ફટકારવામાં આવ્યો હતો.જેમાં જય બેકરીના તુલસીભાઈને ૧૦ હજાર, કાળવા ચોકમાં શકિત રજવાડી ચા ના આશિષ દીપકભાઈ ને ૫૦,૯૭૬, રાણાવાવ ચોકમાં જલારામ ફરસાણને ૧.૨૨ લાખ, જે ઠાકર ચાને૧.૩૨ લાખ, જય ઠાકર ધણી ચા એન્ડ કોલ્ડિ્રંકને ૧.૩૨ લાખ અને મધુરમ ટીંબાવાડીમાં આવેલ એપલ વુડ પ્રાઇમ ટાઉનશીપ( અશોક ડેવલોપર્સ પાર્ટનર અને દિવ્યા ઇન્ફીનિટી) ને ૪.૪ લાખથી વધુ ની રકમ મળી કુલ ૮.૫૨ લાખની નોટિસ ફટકારવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech