ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં શિપમાંથી નીકળતા કચરાને જ્યાં ત્યાં સળગાવવાની ઘટના અનેકવાર બને છે. પણ આ અંગે તંત્રની નિષ્ક્રિયતાને લઇ સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જેવા મળી રહ્યો છે.
વિશ્વ પ્રસિદ્ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દુનિયાભરમાંથી મહાકાય જહાંજ તોડવા માટે લાવવામાં આવે છે. અને આ જહાંજને તોડી તેમાંથી કામની વસ્તુઓ લઇ લેવામાં અને બાદમાં બિનઉપયોગી કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે બેફામ રીતે જ્યાં ત્યાં સળગાવવામાં આવે છે. ત્યારે અલંગ નજીક આવેલી મણારી નદીમાં બેફામ ઝેરી કચરો બાળવામાં આવી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી. અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે અવારનવાર ઝેરી કચરો સવાર અને સાંજના સમયે પ્લોટની અંદર બેફામ અને બહાર પણ જ્યાં ત્યાં બાળવામાં આવે છે.
આ અંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પર્યાવરણ વિભાગને કોઈ ફરક પડતો ન હોવાના સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કરાયો હતો. બેફામ રીતે સળગતા ઝેરી કચરા મુદ્દે પર્યાવરણ વિભાગ દ્વારા ફક્ત બે પાંચ દિવસ પછી આવીને નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. આ બાબતમાં એક કમિટી બનાવવામાં આવે અને આ કમિટી ખાસ પર્યાવરણ રક્ષણ અંગે કામ કરે તેવી રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કમ પરિણામ આવ્યું નથી. જિલ્લા કલેકટરના જાહેરનામાનો પણ ભાંગ થઈ રહ્યો છે. આ જાહેરનામાનો અમલ વાલી કરવાની સત્તા કોની છે. અલંગ નજીક ખુલ્લી જગ્યાઓમાં સળગાવવામાં આવતા કચરા અંગે સ્થાનિક આગેવાન સુખદેવસિંહ દ્વારા ટેલીફોન જાણ પર્યાવરણ અધિકારી રાઠોડને પણ કરવામાં હતી. અને તેમના તમામ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ મોકલવામાં આવ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે. કે અલંગ ખાતે ઝેરી કચેરો સળગાવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો અને ખેતીને વ્યાપક નુકશાન થાય છે. ત્યારે આ અંગે જિલ્લા પ્રશાસન કોઈ નક્કર અને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech