ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડી બહેનો આકરાં પાણીએ: કાયમીના ઓર્ડર જ જોઈએ

  • November 10, 2023 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લ ામા સમગ્ર રાજ્ય ભરની સાથે જિલ્લ ામાં આંગણવાડી બહેનોએ તંત્ર સામે બંડ પોકાર્યું છે. અચોક્કસ મૂદત સૂધી માગ ન સંતોષાય ત્યા સૂધી હડતાલ પર છે. આંગણવાડી બહેનોની માંગ છે કે વર્ષો સુધી અમે માનદવેતન તરીકે કામ કર્યું છે ત્યારે હવે સરકાર દ્વારા અમોને કાયમી હુકમ આપી કર્મચારીગણે તેવી માંગ કરી છે. સાથે વય મર્યાદા બાબતે યોગ્ય કરે તેવી ૧૮ જેટલી માંગો સમગ્ર રાજ્યભરની સાથે ગીર સોમનાથ જીલ્લ ાના આંગણવાડી બહેનોએ માંગણી કરી છે.
​​​​​​​
ગીર સોમનાથ જીલ્લ ાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં આંગણવાડીની ૭૦ જેટલી બહેનોએ તેમના અધિકારીઓ. મામલતદાર, વિકાસ અધિકારી. કલેકટર સહીતનાને આવેદન આપી જણાવેલ કે, આગામી દિવાળી નૂતન વર્ષ તહેવારો આવતા હોય તે પૂર્વે તેમની માંગો પુરી કરે અને જો માંગ સંતોષાય નહીં ત્યાં સુધી પોતે આંદોલન ચલાવી ઓનલાઈન ઓફલાઈન કામગીરીથી અડગા રહેનાર છે. 


આ અંગે ગૌરીબેન, મંજૂલાબેન, જ્યોતીબેન સહીતની આંગણવાડીની બહેનોએ જણાવેલ કે, સરકારની દરેક યોજનાઓ અને ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ અમે માનદવેતનથી આજ દિવસ સુધી ફરજ બજાવી છે ત્યારે હવે અમને કાયમી કરવા જરૂરી છે અમારા પરિવારનું ભરણપોષણ અને આખરી મોંઘવારીમાં અમે માન જ વેતનમાં કેવી રીતે અને ક્યાં સુધી કામગીરી કરી શકીએ માટે હવે સરકાર અમને જ્યાં સુધી માનદવેતનમાંથી કર્મચારી નહીં ગણે. ત્યાં સુધી અમારી હડતાલ સજ્જડ રહેશે અને સરકારને વિનંતી સાથે તાકીદે કરી અમારી વાત સાંભળી અને યોગ્ય નિકાલ કરે તેમ જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application