તૌક્તે વાવાઝોડામાં અને કોરોનાની મહામારીને ધ્યાને લઈ જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હાપા અને જામનગર લોહાણા મહાજન દ્વારા ભોજન વ્યવસ્થાનો અનેરો મહાયજ્ઞ

  • May 18, 2021 12:23 PM 

‘’દેને કો ટુકડા ભલા , લેને કો હરી નામ”

જામનગરની જાણીતી સંસ્થાઓ જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હાપા અને શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા “તૌકેતે” વાવાઝોડાના સમયે અસરગ્રસ્તો માટે આ કપરા સંજોગોમાં લોકોને ખિચડી, શાક, રોટલા / રોટલી નું તૈયાર ભોજન પહોચડવાની આગોતરી તૈયારી કરી જરૂરિયાતમંદો ને પહોચડવાની વ્યવસ્થા કરેલ છે.

ગઇકાલે સ્થળાંતરીત કરેલ આશરે 4500 (સાડા ચાર હજાર) લોકોને ગરમા ગરમ ભોજન પહોંચાડેલ, આજે અત્યારસુધીમાં લગભગ 5000 (પાંચ હજારથી) વધુ લોકો માટે વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ પણ કરી લીધું છે.

કોર્પોરેશન દ્વારા જેટલી સ્કૂલોમાં સ્થળાંતર કરી આશ્રય અને રાહત સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે ત્યાં પણ ગરમા ગરમ ભોજન પહોચડવાની વ્યવસ્થા સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર અને કમિશ્નર ઓફિસના કંટ્રોલ રૂમ દ્વારા સંસ્થાના સતત સંપર્ક માં રહેવામાં આવે છે અને આ વ્યવસ્થાનો લાભ વધુ ને વધુ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે તે માટે બધા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.  

સાથે સાથે કોરોનો કાળમાં હોમ કોરેંટિન દર્દીઓ માટે પણ ટિફિન વ્યવસ્થા માટે જુદા જુદા સ્થળે કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે જેમાં લોહાણા મહાજન વાડી – પંચેશ્વર ટાવર, હોટેલ સુમુખ – સુમર ક્લબ રોડના કેન્દ્રોમાં અનેક દર્દીઓ અને તેના સગા સંબધિઓ લાભ લઈ રહ્યા છે.  

આ સમગ્ર સેવા યજ્ઞમાં લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ,  કિરણભાઈ માધવાણી, રમેશભાઈ દત્તાણિ , અરવિંદભાઈ પાબારી, હરેશભાઈ રાયઠઠા,  ભરતભાઈ મોદી , મનોજભાઈ અમલાણી, ભરતભાઈ કાનાબાર, રાજુભાઈ હિંડોચા, ભાવિનભાઈ ભોજાણી, મુકેશભાઈ લાખાણી, નવનીતભાઈ સોમૈયા, જીજ્ઞાબેન તન્ના, જયેન્દ્ર કારીયા સહિત હાપા જલારામ મંદિર અને લોહાણા મહાજનના બધા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS