સલાયામાં કોરોના અંગે અનેરી સેવા પ્રવૃતિ

  • April 17, 2021 07:59 PM 

કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે કોવિડ આઈશોલેશન સેન્ટરનો પ્રારંભ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે લોહાણા મહાજન વાડી ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હિન્દુ સમાજના પ્રયાસોથી હિંદુ ભાઈઓ- બહેનો માટે શરૂ કરવામાં આવેલા આ કોવિડ આઈસોલેશન સેન્ટરમાં જે લોકોને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાય અને જેમના ઘરે આઈસોલેશનની સગવડ નથી તે વ્યક્તિ માટે અહીં રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ આ સ્થળે ચા, નાસ્તો, ભોજન તથા રાત્રે હળદર વાળું દૂધ અને બેડની સુવિધા ઉપરાંત જરૂર પડ્યે વાહન અને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ નોંધપાત્ર સેવા પ્રવૃત્તિ માટે પરેશભાઈ કાનાણી (મો. 9824818330) વિપુલભાઈ સાયાણી (મો. 9824868624) લાલજીભાઈ ભુવા (મો. 7228089418), ધીરજભાઈ મોદી (મો. 9924184298) અરવિંદભાઈ ભટ્ટ (મો. 9879816984) તથા રાજેશભાઈ મશરૂ (મો. 9898510573) દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS