બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે કેકેઆરના માલિક શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. અનન્યા આઈપીએલ 2024 દરમિયાન કેકેઆરની દરેક મેચમાં ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. કેકેઆરની ટીમ 10 વર્ષ બાદ આઈપીએલ ટ્રોફી જીતી છે. આ જીત બાદ કેકેઆરની ટીમે પાર્ટી કરી હતી.આ પાર્ટીમાં ખેલાડીઓ સિવાય બોલિવુડ સ્ટાર ડાન્સ કરી રહ્યા છે. જીત બાદ શાહરુખ ખાનથી લઈ અનન્યા પાંડે અને જુહી ચાવલા સુધી તમામ લોકો જશ્નમાં જોવા મળ્યા હતા.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ વચ્ચે કેકેઆરના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્ર રસેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ જીતનો જશ્ન જોવા મળી રહ્યો હતો.સેલ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની સાથે ડાન્સ કરીને મહેફિલ લુટી હતી. રસેલ અને અનન્યા બંન્ને શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું ગીત લુટ પુટ ગયા પર ડાન્સ કર્યો હતો રસેલના ટીમ સાથી રમનદીપ સિંહ અને કેકેઆરના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે આ ગીત પર ડાન્સ કરીને જમાવટ કરી હતી.જણાવી દઈએ કે, રસેલ બોલિવુડ ડેબ્યુ કરી ચુક્યો છે. તેમણે એક ગીત લડકી તુ કમાલ કી આઈપીએલ દરમિયાન રિલીઝ થયું હતુ.
અભિનેતા ચંકી પાંડેની દિકરી છે અનન્યા પાંડે
કોલકાતાને ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં રસેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે આ સીઝનમાં 15 મેચમાં 222 રન બનાવ્યા અને 19 વિકેટ લીધી છે.અનન્યા પાંડે બોલિવુડના ફેમસ અભિનેતા ચંકી પાંડેની દિકરી છે. તે કેકેઆરની ટીમને આઈપીએલમાં સપોર્ટ કરતી જોવા મળે છે.
બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે કેકેઆરના માલિક શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. કેકેઆરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રમનદીપ, વરુણ ચક્રવર્તી અને કોચ અભિષેક નાયર દેસી બોયઝના ગીત પર ડાન્સ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech