દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ટુંકમાં થઇ જશે લગ્ન
મંગળવારે મહેંદી સેરેમનીમાં રાધિકા સુંદર લહેંગામાં ખિલી ઉઠી
દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કપલ ટૂંક સમયમાં જ ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.
મંગળવારે સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીની તસવીરો અબુ જાની-સંદીપ ખોસલાએ તેમના ઈન્સ્ટાગ્રામ ઓફિશિયલ હેન્ડલ પર શેર કરી છે. રાધિકા મર્ચન્ટ મહેંદી સેરેમનીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પિંક કલરનો રેશમી લહેંગો આ મહેંદી સેરેમની માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
મહેંદી સેરેમની દરમિયાન રાધિકા મર્ચન્ટ સુંદર લહેંગામાં જોવા મળી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે. ઈન્ટરનેટ યુઝર્સ આ તસવીરો જોઈને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. રાધિકા મર્ચન્ટનો મહેંદી સેરેમનીમાં ડાન્સ કરતો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેણે કલંક ફિલ્મના આલિયા ભટ્ટના સોન્ગ 'ઘર મોર પરદેશિયા' પર ડાન્સ કર્યો હતો. અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ પોતાની સુંદરતા અને શાનદાર ડાન્સ મૂવ્સથી દરેકનું દિલ જીતી લીધું હતું.
રાધિકા મર્ચન્ટે મહેંદીના શુભ અવસર પર સુંદર પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. ઈન્ટરનેટ યુઝર્સ આ આઉટફિટની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. રાધિકા મર્ચન્ટ અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા લહેંગામાં સુંદર લાગી રહી છે. સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થઈ રહેલી આ તસવીરો જોઈને તમે પણ રાધિકાની સુંદરતા પર ફિદા થઇ જશો.
રાધિકાએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ, માંગ-ટીકા અને મોટા નેકલેસ સાથે તેના મહેંદી લુકને કમ્પ્લીટ કર્યો હતો. તેણે તેના હેરને આર્ટિફિશિયલ ફ્લાવરથી ફિશટેલ બ્રેડમાં સ્ટાઇલ કર્યા હતા. રાધિકાએ તેના હાથ પર અનંતના નામની મહેંદી લગાવી અને તેના મહેંદીવાળા હાથ પણ ફ્લોન્ટ કર્યા. આ દરમિયાન રાધિકાના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ પણ બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેના પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે. તેઓ Encore Healthcareના CEO છે. રાધિકાની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે.
ભાઇ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીમાં ઇશા અંબાણીનો લુક પણ વાયરલ થયો છે. ઇશા પિંક કલરના ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી. થોડા દિવસો પહેલા રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ રાજસ્થાનના નાથદ્વારામાં થઈ હતી. બંનેની સગાઈ નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech