દેશના સૌથી મોટા ધનપતિ રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીના પુત્ર અને જામનગરની રિલાયન્સ રીફાઇનરીમાં જે મોટાભાગે રહે છે તે અનતં અંબાણી ખાવડીથી દ્વારકાની પદયાત્રાએ નીકળ્યા હોય તેવો એક વીડિયો વાઈરલ થયો છે. રિલાયન્સથી દ્વારકાધીશ મંદિરે પગપાળા જવા અનંત અંબાણી ગતરાત્રે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.
દરરોજ 10 થી 15 કિલોમીટરનું અંતર કાપી અનંતનો કાફલો પગપાળા દ્વારકા પહોંચશે. 9 એપ્રિલે તેના જન્મદિવસ નિમિત્તે પગપાળા દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કરશે.
બીજી તરફ પદયાત્રા મોકુફ રખાઇ હોવાની પણ વાત સામે આવી રહી છે. કદાચ પદયાત્રાની વાત લીક થઇ ગઇ હોવાથી ઠેકઠેકાણે લોકોના ટોળા ભેગા ન થાય અને સુરક્ષામાં કોઇ ચૂક ન આવે તેને લઇને પદયાત્રા મુલત્વી રખાયાની સંભાવના વ્યકત કરાઇ છે. બીજી બાજુ પોલીસ તંત્રને આજ સવાર સુધી યાત્રા મોકુફ રખાઇ હોવા અંગે કોઇ સત્તાવાર વિગતો રિલાયન્સ તરફથી આપવામાં આવી નથી. બની શકે કે, ગોપનીયતા સાથે કદાચ યાત્રા કરવાની રણનીતિ ઘડાઇ હોઇ શકે. બીજી તરફ અનંત અંબાણી મધરાત્રે પદયાત્રા કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. જેમાં સુરક્ષાનો જંગી કાફલો જોવા મળી રહ્યો છે.
દ્વારકાની પોલીસ દ્વારા પણ સુરક્ષાનો પ્રબધં કરી લેવામાં આવ્યો હતો
ગઈકાલે આ સમાચાર સામે આવ્યા હતા અને એવી વિગતો સપાટી પર આવી હતી કે, ખાવડીથી દ્વારકા સુધી અંદાજે ૧૦૦ કીલોમીટર અનતં અંબાણી પદયાત્રા કરવાના છે, દરરોજ ૮ કે ૧૦ કિમી રાત્રિના સમયે પદયાત્રા કરી અને તબક્કાવાર તા. ૧૦ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસ નિમિતે પદયાત્રા પૂરી કરવાના છે, આ માટે કહેવાય છે કે, જામનગર અને દ્વારકાની પોલીસ દ્વારા પણ સુરક્ષાનો પ્રબધં કરી લેવામાં આવ્યો હતો, રિલાયન્સ તરફથી તો અનતં અંબાણીની પદયાત્રાને લઈને કોઇ સત્તાવાર વિગતો જાહેર કરાઇ ન હતી, એટલે એવી શક્યતા છે કે કદાચ કંપની તરફથી અનતં અંબાણીની પદયાત્રા અંગે વિગતો નહીં જાહેર કરવાનું નક્કી કરાયું હશે.
સુરક્ષાના કારણે જાહેર કર્યા વગર યાત્રા પૂર્ણ કરવામાં આવી શકે છે
જો કે બીજી બાજુ સુરક્ષાના કારણે પોલીસ તંત્રને પદયાત્રા અંગે જાણ કરાઇ હોવાથી કદાચ ત્યારબાદ અનતં અંબાણીની પદયાત્રાની વિગતો સપાટી પર આવી હતી, જેને લઇને ભારે ઉત્તેજના છવાઇ હતી, કદાચ આ જ કારણે માનવામાં આવે છે કે, હાલ યાત્રાને મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે પણ અનતં અંબાણીની પદયાત્રાને લઇને ખાવડીથી દ્રારકા તરફના રૂટ પર લોકો દ્રારા ઇન્તેજાર કરાયો હતો, જો કે, નક્કી થયા મુજબ અનતં અંબાણીની યાત્રા શરૂ થઇ ન હતી, બની શકે કે, આવનારા દિવસોમાં કદાચ સુરક્ષાના કારણે જાહેર કર્યા વગર યાત્રા પૂર્ણ કરવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech