જામખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોને દિવાળી બોનસ ચૂકવતા આનંદ

  • November 11, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફેસ્ટિવલ ઍડવાન્સ મળતાં કામદારોની દિવાળી સુધરી

ખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદારોને સરકાર દ્વારા નિયત કરેલી મર્યાદામાં રૂ. સાત હજાર બોનસ તથા રોજમદાર સફાઈ કામદારોને રૂ. પાંચ હજાર ફેસ્ટિવલનું એડવાન્સ બોનસ ચૂકવવામાં આવતા સફાઈ કામદારોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
નગરપાલિકાના વર્ગ ચારના કર્મચારીઓ દિવાળીના ધાર્મિક તહેવારો ઉલ્લાસભેર ઉજવી શકે તે આશયથી ગઈકાલે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફીસર ભરતભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન ખેતિયા દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને કામદારો પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવી, કામદારોને બોનસ તથા ફેસ્ટિવલ એડવાન્સ ચૂકવવામાં આવતા પાલિકાના સત્તાવાહકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application