આણંદ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો ફરજીયાત ફી ઉધરવા બાબતે હોબાળો

  • June 03, 2020 02:56 PM 4235 views

કોરોના મહામારી અને લોકડાઉનની કપરી પરિસ્થિતિ બાદ હવે ખાનગી સ્કૂલના સંચાલકોએ વાલીને પત્ર લખી ફરજીયાત ફી ભરવા દબાણ કરતા વાલી મંડળમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આજે વાલીઓ દ્રારા સ્કૂલ નજીક એકત્ર થયા હતા અને ફરજીયાત ફી ભરવા મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ સ્કૂલ સંચાલકોએ લોકડાઉન દરમિયાનની ફી ભરવાની ફરજ પાડતા વાલી મંડળો દ્રારા સ્કૂલ બહાર હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ સંચાલકોએ વાલી ફી નહિ ભરે તો એડમિશન રદ કરવાની ચીમકી આપતા વાતાવરણ બગડી રહ્યું હતું. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે સરકારનો આદેશછે કે લોકડાઉનના સમયગાળા ની ફી ભરવા દબાણ નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં સંચાલકો દ્રારા વાલી પર દબાણ કરતા વાલીઓ એ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ સંચાલકો સરકારના પરિપત્રને ધોળીને પી ગયા છે. સ્કૂલ સત્તવાળાઓએ ફૂડ અને ટ્રાન્સપોર્ટ ફી માંગતા મામલો બિચક્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application