રાજકોટમાં કિન્નરોએ મહિલાના વસ્ત્રો પહેરેલા એક ટ્રાન્સજેન્ડરને પકડી તેના પ્રાઈવેટ પાર્ટનો વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં કર્યેા વાયરલ

  • February 19, 2021 04:43 PM 

રાજકોટ શહેરમાં નાની નાની બાબતોમાં કોઈનું અપહરણ કરવું કે માર મારવો સામાન્ય બાબત થઇ ગઈ છે પરંતુ આજે જે ઘટના સામે આવી છે તે અત્યતં ચોંકાવનારી અને પોલીસને પણ દોડતી કરી ધે તેવી છે. રાજકોટમાં રહેતી પાયલ નામની ટ્રાન્સવુમન પર શહેરમાં રહેતા કેટલાક કિન્નરોએ નકલી કિન્નર હોવાના આક્ષેપો સાથે પાયલ નું અપહરણ કરી તેને ગોંધી રાખી બેરહેમીથી ઢોરમાર મારી આટલેથી ન અટકયું હોય તેમ આ ટ્રાન્સવુમનને જાહેર માં નગ્ન કરી તેનો વીડિયો ઉતારી વાઇરલ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ શહેરના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.


રાજકોટમાં બનેલી આ ઘટનાના ઘેરા પડઘા પડા છે અને સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર પાયલ નામની ઝુંબેશ શરૂ થઈ છે એટલું જ નહીં પાયલ ને ન્યાય અપાવવા માટે ગાંધીનગર અને મહારાષ્ટ્ર્રમાંથી આરટીઆઇ એકિટવિસ્ટ, વકીલ અને આ કોમ્યુનિટી માટે કામ કરતી એનજીઓ પણ વ્હારે છે.


આ કિસ્સામાં દેશ–વિદેશ તો દૂરની વાત છે. મુંબઈ, અમદાવાદ અને ત્યાંથી આપણાં શહેર રાજકોટમાં જ નજર કરીએ તો એક ગે સોસાયટી ખુબ સારી રીતે ચાલી રહી છે. વખતો વખત રીસોર્ટ, હોટેલોમાં પાર્ટીઓ પણ કરવામાં આવી રહી છે. જેમાં મેલ–ફિમેલ લેસ્બીયન લોકોની મોટી સંખ્યા હાજર હોય છે. જેમાં તેઓ તેમની સ્વતંત્રતા મુજબ જીવતાં હોય છે. અને આ સ્વતંત્રતા તેમને લોકશાહી ઢબમાં જ મળેલી છે. આથી તે લોકો ગમે તે રીતે હરીફરી શકે છે. જયારે મેલ (ગે)ને ફિમેલના હોર્મેાન્સ જેવી ફિલીંગ આવે ત્યારે તે મહિલાઓના કપડા પહેરે છે. તેમાં પણ કોઈ વાંધો નથી તેમની સ્વતંત્રતા અને હકક છે. પરંતુ જયારે મહિલાઓના કપડા પહેરી બહાર નિકળવું  તેમના હાવભાવ સહિતની કેટલીક બાબતો એવી છે કે જે તેમની સામ્યતા ધરાવતાં  કિન્નર સમાજને સ્પર્શે છે. અને ત્યાંથી જ શ થાય છે અસ્ત્િવની અને નકલી અસલીની લડાઈ....જેનો ભોગ ગે લોકો બની રહયાં છે.


રાજકોટમાં જ આવી એક ઘટનાએ ચકચાર મચાવી છે. બે દિવસ પૂર્વે જ લોધાવાડ ચોક પાસે આવેલી સુર્યકાંત હોટેલ પાસે કેટલાક કિન્નરોએ મહિલાના વસ્ત્રો પહેરેલા એક લેસ્બીયનને પકડી તેમના પ્રાઈવેટ પાટ્રસનો વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યેા હતો. જેનો ભોગ બનેલી મેહત્પલ ઉર્ફે પાયલ આ ઘટનાથી આજે પણ સ્તબ્ધ બની છે.


અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં એક એલજીબીટી(ગે) કોમ્યુનિટીનો એક મોટો સમુદાય છે. આ સમુદાયના લોકો હવે એક બિજા સાથે તેમની મરજીથી લગ્ન પણ કરી શકે તે માટે દેશની સર્વેાચ્ચ અદાલતે મંજુરી પણ આપી છે. પરંતુ આ એક વર્ગ અંગે લોકોના મગજમાં કેટલીક માન્યતાઓ ખોટી ઉપજી છે. ગે અથવા તો લેસ્બીયન હોવું એ પોતા પણાને  શરમજનક ગણી આવા લોકો  ખુલીને બહાર આવતાં નથી ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતેર્તે જાહેરમાં મચં પરથી એક સમયે પોતે ગે હોવાનું કહી શકતાં હોય તો આવી એલીબ્લીટી ધરાવતાં સામાન્ય લોકોએ ચોકકસ પણે શરમ ન રાખવી જોઈએ.


આ ઘટનાની વિગત મુજબ મૂળ સુરેન્દ્રનગર પંથકની અને હાલ રાજકોટમાં રહી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી પાયલ પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે કામ કરી રહી છે. ફાઇન આટર્સની વિધાર્થીની હોવાથી તે અલગ–અલગ પેઇન્ટિંગ બનાવવા ઉપરાંત ભરતનાટમ ની કલાકાર છે. તેમની કલાના માધ્યમથી તે પોતાનો ખર્ચ ઉપાડી ને ઘર ચલાવી રહી છે. સાથોસાથ સમાજમાં તેના જેવા ટ્રાન્સવુમન લોકોને જાગૃત કરવા માટે એક સોસાયટી પણ ચલાવી રહી છે.


આ અંગે પાયલ એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેના આ મિશન દરમિયાન કિન્નરના એક જૂથમાંથી એક ગે તેની સોસાયટીમાં ભર્યેા હોવાથી આ વાત આ કિન્નર જૂથને ગળે ન ઊતરતાં તેનો ખાર રાખી ને ગત સોમવારે તારીખે ૧૫ના રોજ પાયલ તેના ઘરે પહોંચી ત્યારે અમુક કિન્નરો દ્રારા તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મવડી રોડ પર આવેલ એક ટી સ્ટોલ પાસે લઈ જવામાં આવી અને તેની સાથે રહેતા ટ્રાન્સવુમન નો વિડીયો બનાવ્યા બાદ પાયલને ગોંડલ રોડ પર આવેલ સૂર્યકાંત હોટલ નજીક લઈ જવામાં આવી હતી અને આ કિન્નર ના જુથ એ પાયલ ને માર મારીને તેનો અર્ધનગ્ન વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો કિન્નર ના ગ્રુપમાં વાયરલ કર્યેા છે.


આ બનાવ સમયે પાયલ ના વાળ પણ કાપી નાખવામાં આવ્યા અને તેને ફરીથી લીમડાચોક ખાતે લઇ જવાઇ હતી અને ત્યારબાદ આ કિન્નરોએ પોલીસને બોલાવી ને પાયલને સૌપી હોવાનું તેણે જણાવ્યું હતું ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસ ખાતે લઇ જવાઇ હતી. આ ઘટના બાદ ડરી ગયેલી પાયલ હાલમાં તેના ઘરમાંથી બહાર પણ નીકળતી નથી. તેના જણાવ્યા મુજબ આ અંગે તેને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી પરંતુ હજુ સુધી તેની કોઇ ફરિયાદ લેવાઈ નથી. આ ઘટના બાદ પાયલ ને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયામાં જોર જોરથી ઝુંબેશ શરૂ થઇ છે.
 

ગે વર્ગના લોકોએ કેટલાક સ્વતત્રં અધિકારો મર્યાદિત રાખવા જોઈએ

જયારે ગે વર્ગના લોકોને સર્વેાચ્ચ ન્યાયાલયે પોતાનીે સ્વતંત્રતાના તમામ અધિકારો આપ્યા છે. ત્યારે કેટલાક અધિકારીઓ બાબતે આ વર્ગના લોકોએ જ સમજીને તેનો જાહેરમાં ઉપયોગ ન કરવો જોઈએ જેવા કે મહિલાઓના પરિધાન પહેરવા તેમનો અધિકારી છે જે ઘર પુરતું કે તેમની મળતી પાર્ટીઓ પુરતું મર્યાદિત રાખવું જોઈએ પરંતુ જાહેરમાં મહિલાઓના વસ્ત્રો પહેરી નિકળવું અને તેમની સ્ટાઈલ કરવી તે કિન્નરોના અહમ સાથે ટકરાવ  ઉભો કરે છે. એક બાજુ એલજીબીટી વર્ગ એજયુકેટેડ કેટેગરીમાં સ્થાન પામી રહયો છે. કેટલીક અવરનેશ પણ કરી રહયો છે. ત્યારે આ બાબતે થોડી સજાગતાં દાખવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતાં ચોકકસ પણે અટકી શકે અને તેનો ભોગ ખુદ ગે લોકો ન બને તે જોવું  છે.  


કિન્નરો સાથે રહેવાનું ગમતું ન હોવાથી તે ફૂટપાથ પર રહી

નાનપણમાં યારે પરિવારજનોને ખબર પડી કે તેમનો આ પુત્ર ગે છે તો ઘરના લોકોએ તેને કિન્નર સાથે રહેવા માટે મોકલ્યો પરંતુ પાયલ ને પોતાના આપ બળે આગળ વધવું હતુ. પાયલ ને પોતાની એક અલગ ઓળખ ઊભી કરવી હતી નોકરી કે બીઝનેસ કરીને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવું હતું આથી તેને કિન્નરો સાથે રહેવાના બદલે ફટપાથ પર રહીને સંઘર્ષ કરી અત્યારે પોતાની એક અલગ જગ્યા બનાવી છે.
 

મેહુલમાંથી પાયલ બન્યા બાદ સિવિલ એન્જિનિયરિંગ સુધી પહોંચી

સુરેન્દ્રનગર પંથકમાં શ્રમિક પરિવારમાં જન્મેલ મેહુલ ને દસ વરસ ની ઉંમરે ધ્યાનમાં આવ્યું કે તે જન્મથી દીકરો છે પરંતુ શરીરનું બંધારણ મહિલા જેવું છે અને તેના વાણી–વર્તન યુવતી જેવા હતા. ગરીબ પરિવારમાં જન્મેલ હોવા છતાં અભ્યાસમાં તેજસ્વી એવો મેહુલ હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. તે જે હોવાના લીધે પરિવારજનોએ ઘરેથી કાઢી મૂકયો હતો. આથી મેહુલ એ ટ્રાન્સવુમન બનવાનું નક્કી કયુ, દસ વરસની ઉંમરથી મેહુલ માંથી પાયલ બનેલી આ ટ્રાન્સવુમન સંઘર્ષ કરીને સિવિલ એન્જિનિયરિંગ સુધી પહોંચી છે. તે ફાઇન આર્ટસની સ્ટુડન્ટ રહી ચૂકી છે. ચિત્રકલા સારી રીતે જાણતી હોવાથી તેને ચિત્રનગરી સાથે પણ જોડાયેલી છે અને અત્યાર સુધીમાં તેને ઘણા પેઇન્ટિંગ પણ કર્યા છે. આ ઉપરાંત તે ભરતનાટમ માં પણ પારંગત થઈ છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS