જસદણના વાજસુરપરા વિસ્તારમાં ખુલ્લી ગટર કાદવ કીચડથી ખદબદી

  • March 12, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ શહેરના વોર્ડ નં.૨માં આવેલ વાજસુરપરા વિસ્તારમાં મેઈન રોડથી ભાદર નદી સુધીની વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટર છેલ્લા ઘણા સમયથી કાદવ કિચડથી ખબદબી રહી છે. જેના કારણે આખા વિસ્તારમાં મોટાભાગના ઘરોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ચિકનગુનિયા, તાવ-શરદી-ઉધરસ, ગાલ પચોળા સહિતનો રોગચાળો ફાટી નીકળતા રહીશોમાં સ્થાનિક નગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ સમસ્યા અંગે વોર્ડ નં.૨ ના પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેંસજાળીયા દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે. છતાં પાલિકાના જવાબદારો આ ખુલ્લી ગટરની સફાઈ કામગીરી કરવા માટે નહી ફરકતા વિસ્તારવાસીઓ ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે. જેથી જસદણના વાજસુરપરા વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે આ ખુલ્લી ગટરની સાફ-સફાઈ કામગીરી કરાવવી અથવા તેને ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વિસ્તારવાસીઓની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


ગટરના લીધે ઘરે-ઘરે માંદગીના ખાટલા છે બીજલ ભેંસજાળિયા (પૂર્વ કારોબારી ચેરમેન)

આ વરસાદી પાણીના નિકાલની ખુલ્લી ગટર છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ખદબદી ઉઠતા દલસુખકુઈની આજુબાજુનો વિસ્તાર, વાજસુરપરા વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર અને નવહથ્થા પીરની દરગાહ પાસેના વિસ્તારમાં ચિકનગુનિયા, તાવ-શરદી-ઉધરસ, ગાલ પચોળા સહિતનો રોગચાળો ફાટી નીકળ્યો છે. જો કે આ ખુલ્લ ી ગટર પ્રશ્ને પાલિકાના જવાબદારોને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવેલ છે. છતાં હજી સુધી આ ગંદકીની સમસ્યા હલ કરી શક્યા નથી. જેથી આ તમામ વિસ્તારોમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પૂર્વે પાલિકા દ્વારા આ ખુલ્લ ી ગટરની યોગ્ય સફાઈ કામગીરી કરાવવી અથવા આ ગટરને ઢાંકવાની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. વિસ્તારવાસીઓની રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈને તે ગટરનો સર્વે કરાવી આપેલ છે અને એસ્ટીમેન્ટની પ્રક્રિયા હાલ ચાલુ છે. વહેલી તકે ઠરાવ કરી ગ્રાન્ટની ફાળવણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News