ગુલાબ નગરમાં કડિયા કામ કરતા વૃદ્ધનું બીજા માળેથી પડી જતાં મૃત્યુ

  • May 26, 2021 11:24 AM 

પગ લપસી જતા બનેલો બનાવ, પરિવારમાં શોકનું મોજું

જામનગરના ગુલાબનગરમાં આવેલ રાજમોતી ટાઉનશિપ ખાતે કડિયા કામ કરતી વેળાએ બીજા માળની છત પરથી પગ લપસી જતાં નીચે પડી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલા હનુમાન ચોકમાં રહેતા પ્રેમજીભાઈ તુલસીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 50 ગઈકાલે ગુલાબ નગર રાજમોતી ટાઉનશીપ મા કડિયા કામ કરતા હતા.

કામ કરતા હતા ત્યારે બીજા માળની છત પરથી પગ લપસી જતા પડી જતા માથાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે નવાગામ ઘેડના યોગેશ પ્રેમજીભાઈ રાઠોડ દ્વારા સિટી-એમાં જાણ કરવામાં આવતાં આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે મૃત્યુના બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS