ધ્રાફા ફાટક પાસે ચક્કર આવતાં બાઈક માંથી પટકાયેલા વૃદ્ધનો ભોગ લેવાયો

  • June 08, 2021 11:08 AM 

લૉ-બીપીની બિમારીના કારણે બનેલો બનાવ

જામજોધપુરના ધ્રાફા ફાટક પાસે લૉ-બીપીની બિમારીના કારણે વૃદ્ધને ચક્કર આવતાં બાઈક પરથી પડી જતાં માથાની પાછળના ભાગે ઈજા થતાં મૃત્યુ થયું છે.

જામજોધપુરના સ્ટેશન પ્લોટ ખાતે રહેતાં જયંતિલાલ ધરમશીભાઈ શાપરિયા (ઉ.વ.70) નામના વૃદ્ધ તા.7ના રોજ પોતાનું મોટર સાયકલ નં.જીજે-10-ડીએચ-1751 લઈને ઘરેથી વાડીએ જતાં હતાં તે દરમિયાન ધ્રાફા ફાટક પાસે મંદિર રોડ પાસે પહોંચતા તેઓને જુની લૉ-બીપીની બિમારીના કારણે ચક્કર આવતાં બાઈક પરથી પડી ગયાં હતાં.

આથી, જયંતિલાલભાઈને માથાની ડાબી બાજુ પાછળના ભાગે ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ધીરજલાલ શાપરિયા દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS