ટોપ-થ્રી સર્કલ પાસે આવેલા તુલસી કોટેજમાં રહેતા એક વૃદ્ધને તેના ઘરેથી કાઠલો પકડી પાનના ગલ્લે લઇ જવામાં આવ્યાં બાદ તેમને એક્ટીવાના લોકમાં કોણે એમસીલ નાંખ્યું છે ? તેમ પુછી એક શખ્સે બે થી ત્રણ લાફા મારી દીધા હતા તો બીજા શખ્સે ગાળો આપી હતી. દરમિયાનમાં વૃદ્ધના બે દિકરા આવી જતાં આ બન્નેને પણ આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ભરતનગર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોપટભાઈ જગજીવનભાઈ સિદ્ધપુરા (ઉ.વ.૭૨)એ નોંધાવેલી ફરિયાદમાં દેવુભા અને ઋષીભાઈ એ ગઇકાલે રાત્રે ફરિયાદી તેમજ તેમના પત્નિ ઘરે હતા તે સમયે બે અજાણ્યા સ્ટે શખ્સ આવ્યાં હતા અને તેઓ ફરિયાદીનો કાઠલો પકડી તેમને રજવાડી પાનના ગલ્લા પર લઇ ગયા હતા અને ત્યાં આગળ આરોપી દેવુભાએ વૃદ્ધને આ એક્ટીવાના લોકમાં એમસીલ કોણે નાંખ્યું છે ? તેમ પુછતા ફરિયાદીએ મને નથી ખબર તેમ કહેતા આરોપી દેવુભાએ વૃદ્ધને બે ત્રણ લાફા મારી દીધા હતા અને આરોપી ઋષીભાઇએ વૃદ્ધને ગાળો આપી હતી. દરમિયાનમાં વૃદ્ધના બે દિકરાને બનાવની જાણ થતાં તેઓ દોડી આવતા બન્ને આરોપીઓએ તેમને પણ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ બન્ને આરોપીઓ સ્થળ પરથી જતા રહ્યાં હતા. આ બનાવ અંગે વૃદ્ધે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાહરૂખે આલિયા સાથે હોરર-કોમેડી ફિલ્મ 'ચામુંડા' કરવાની ના પાડી દીધી
January 13, 2025 11:46 AMવેંકટેશ અને રાણા દગ્ગુબાતી સામે ફરિયાદ દાખલ
January 13, 2025 11:44 AMજામનગર શહેરમાં સમસ્ત આહીર સમાજનું મકરસંક્રાતિના દિવસે સમૂહ ભોજન-મહાપ્રસાદ
January 13, 2025 11:44 AMઇસરોનો ત્રીજો ડોકિંગ પ્રયાસ પણ નિષ્ફળ અવકાશયાન ૩ મીટરના અંતરે અટકી ગયું
January 13, 2025 11:43 AMમહાકુંભનો પ્રારંભ: આજે શાહી સ્નાન
January 13, 2025 11:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech