જામનગરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું પ્રાણ પંખેરૂ ઉડ્યું

  • July 06, 2021 10:59 AM 

દરેડમાં કારખાનાની ઓરડીમાં સૂતેલા યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ

જામનગરના દિગ્વિજય પ્લોટ ૫૯ માં રહેતા એક વૃધ્ધનું રાત્રિના ઉલ્ટી બાદ એટેક આવતા સારવારમાં લાવતા મૃત્યુ નિપજયું છે, દરેડ જીઆઇડીસી ફેસ ટુ માં ઓરડીમાં એક પરપ્રાંતીય યુવાનનું બીમારી કે બીજા કોઈ કારણોસર બેભાન થઈ જવાથી મૃત્યુ નિપજયું છે, પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ 59, હોસ્પિટલ વાળી ગલીમાં રહેતા હિરેનભાઈ પ્રભુદાસભાઈ લાલ ઉંમર વર્ષ 50 નામના વૃદ્ધ રાત્રિના ઘરે સૂતા હતા ત્યારે અચાનક ઉલટી કરતા હોય હાર્ટ એટેક આવતા સારવાર માટે લઇ જવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે દિગ્વિજય પ્લોટ ૫૯ માં રહેતા યોગેશ પ્રભુદાસ ભાઈ લાલ દ્વારા સિટી એમાં જાણ કરવામાં આવી હતી.

બીજા બનાવમાં જામનગરના દરેડ જીઆઇડીસી ટુ પ્લોટ નંબર 167, મનીષ બ્રાસ ખાતે રહેતા અને મુળ મધ્યપ્રદેશના દેવરીતલા ગામના વતની રામકુમાર રામલાલ જાટવ ઉમર વર્ષ પચ્ચીસ નામના યુવાન કારખાના ઉપરની ઓરડીમાં સુતા હોય દરમિયાન કોઇ બીમારી કે બીજા કોઈ કારણસર બેભાન થઇ જતાં અત્રેની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં સારવારમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવની જાણ જીતેન્દ્રકુમાર જાટ્વ દ્વારા પંચબી માં કરવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS