ઠેબા ચોકડી પાસે ટ્રકે સાયકલને અડફેટે લેતાં વૃદ્ધનું સારવારમાં મોત

  • May 28, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

108 દ્વારા જી જી હોસ્પિટલમાં લઇ જતા દમ તોડયો

જામનગર-રાજકોટ હાઈવે ઠેબા ચોકડી પાસે ગઇકાલે બપોરે ટ્રકના ચાલકે બેદરકારીથી ચલાવીને સાયકલ ચાલકને અડફેટે લીધા હતા જેમાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર શહેરના ફુલીયા હનુમાન પાસે આવેલ ગોદડીયા વાસમાં રહેતા પંકજ કિરણભાઈ બેવાસા ઉંમર વર્ષ 27એ પંચકોશી બીમા ટ્રક નંબર જીજે10 ટીએક્સ 9090 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીના પિતા કિરણભાઈ ચીમનભાઈ ઉ.વ. 60 ગઈકાલે બપોરે પોતાની સાયકલ લઈને કપડા વેચવા માટે જતા હતા એ દરમિયાન આશરે દોઢેક વાગ્યાના સુમારે ઠેબા ચોકડી પાસે પહોંચતા ઉપરોક્ત નંબરના ટ્રક ડમ્પર ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈ, ગફલતથી ચલાવીને કિરણભાઈની સાઈકલને ટક્કર મારી હતી.

વૃદ્ધને ટ્રકના જોટામાં લઇને પગમાં ગંભીર ઈજા પહોંચાડીને ચાલક પોતાનું ડમ્પર મૂકી નાસી છૂટયો હતો.

દરમિયાન ૧૦૮ની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત વૃદ્ધ અને સારવાર અર્થે અત્રેની જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ જ્યાં હોસ્પિટલ ચોકીના એએસઆઈ મગનભાઈ દ્વારા પ્રાથમિક વિગતો જાણી જરૂરી કાગળો કર્યા હતા, દરમિયાન ઇજાગ્રસત વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નીપજયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS