જામનગરમાં અકસ્માતે પાંચમા માળેથી પટકાતા વૃદ્ધનું મોત

  • June 09, 2021 11:28 AM 

પુનિતનગરમાં ગળાફાંસો ખાઈ યુવાને જીવાદોરી ટૂંકાવી: કારણ જાણવા પોલીસની તપાસ

જામનગરના મંગલબાગ ખાતે રહેતાં ડાયાબિટીસ-બીપી અને ફેફસામાં પાણી ભરાવાની બિમીરીથી પીડાતા લોહાણા વૃદ્ધ કોઈપણ કારણોસર પાંચમા માળની અગાશી પરથી નીચે પટકાતાં તેઓનું મૃત્યુ થયું હતું, બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં પુનિતનગરમાં ગરાસિયા યુવાને કોઈકારણોસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે.

જામનગરના મંગલબાગ, શેરી નં.4ના છેડે, શ્રીજી ઍપાર્ટમેન્ટ ખાતે રહેતાં સુરેશભાઈ વિઠ્ઠલભાઈ દત્તાણી (ઉ.વ.68)ને છેલ્લા 10 વર્ષથી બીપી-ડાયાબિટીસની બિમારી હોય અને બે વર્ષથી ફેફસામાં પાણી ભરાતું હતું જેની સારવાર ચાલુ હતી. દરમિયાન કોઈ કારણસર પાંચમા માળે અગાશી પરથી નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ વાલકેશ્ર્વરી, મંગલબાગ ખાતે રહેતાં ક્ધસલ્ટન્ટ ઍન્જિનિયર ચિરાગ સુરેશભાઈ દત્તાણી દ્વારા સિટી ‘બી’ પોલીસમાં કરવામાં આવતાં તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામનગરના પુનિતનગર, શેરી નં.2માં રહેતાં યુવરાજસિંહ ભિખુભા જાડેજા (ઉ.વ.18) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં સારવારમાં લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાંનું જણાવ્યું હતું. આ બનાવની જાણ પુનિતનગરમાં રહેતાં કૃષ્ણસિંહ બચુભા જાડેજાએ સિટી ‘બી’માં કરતાં પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આગળ ધપાવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS