બેટ દ્વારકામાં ભુમાફીયા દ્વારા કરોડોની જમીન દબાણ કરી વેચનાર સામે તપાસ શરુ

  • July 10, 2021 09:58 AM 

ઓખા નગરપાલીકા કોર્પોરેટર દ્વારા કરાયેલ ફરીયાદ અનુસંધાને હાથ ધરાઇ કાર્યવાહી: તપાસના પગલે અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ

ઓખા નગરપાલીકાના કોર્પોરેટર દ્વારા બેટ દ્વારકામાં કથિત ભૂમાફીયા દ્વારા સરકારી જમીનનું ગેરકાયદેસર વેચાણ ક્યર્િ અંગેની ફરીયાદ અંગે તંત્ર દ્વારા તપાસની કામગીરી હાથ ધરતાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ વતર્ઇિ રહ્યા છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં સર્વે નંબર 144 તથા 146 વાળી સરકારી જમીનો પર આવેલી કરોડો પિયાની સરકારી જમીન પર કથિત ગેરકાયદેસર રીતે દબાણ કરી વેચાણ કરનાર ભગવત પાઢ નામના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવા ઓખા નગરપાલીકાના ભાજપના કોર્પોરેટર દ્વારા આશરે સાડા ત્રણ માસ પહેલાં દેવભૂમિ દ્વારકા જિલા કલેકટરને આધાર પૂરાવા સાથે ફરીયાદ કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ પગલાં લેવા માંગ કરવામાં આવી હતી. જે અનુસંધાને સર્કલ ઓફીસર દ્વારા તપાસ હાથ ધરતાં સ્થળ તપાસ શ કરી હોય આગામી દિવસોમાં આ બનાવ અંગે નવાજૂનીના એંધાણ વતર્ઇિ રહ્યા છે. આ સાથે અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે જયારે બેટના સ્થાનીકોમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

ભાજપના કોર્પોરેટરની ફરીયાદ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલા કલેકટરે આ મામલે દ્વારકાના નાયબ કલેકટરને અરજદારની રજૂઆત અનુસંધાને સામાવાળા વિધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ આપમેળે કાર્યવાહી કરવાપાત્ર છે કે કેમ તેઓ સ્પષ્ટ અભિપ્રાય આપવા સહિતનો અહેવાલ મુદત હરોળમાં મોકલી આપવાના આદેશ આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને આજની કાર્યવાહીથી નજીકના સમયમાં નવાજૂની થાય તેવા એંધાણ વતર્ઇિ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS