તાજેતરમાં પોરબંદર આવેલા કેન્દ્રીય શ્રમમંત્રી એવા પોરબંદરના સાંસદને પોરબંદરના ઉદ્યોગકારોના જમીનના પ્રશ્ર્ને મહત્વની રજૂઆત કરવામાં આવી હતી.
(લઘુ અને સુક્ષ્મ ) ઉદ્યોગની ૨૦ વર્ષ કે તેથી વધારે સમય થી જે ઉદ્યોગકાર નાં કબ્જા ભોગવટા માં હોય તેવી નવી શરતો ની જમીનો ને નહીવત અથવા જંત્રી જેટલું પિમ઼ીયમ લઈને જુની શરતમાં ફેરવી આપવા માટેની મુદ્દાસરની લેખિત રજુઆત ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પોરબંદરના માધ્યમ થી સંયુક્ત રીતે અને પોરબંદર જીલ્લા ભાજપ સહકારીતા સેલના ક્ધવીનર તરીકે અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનાં પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાજાણી એ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સુજ્ઞજનો વેપાર-ઉદ્યોગકારો વચ્ચે કેન્દ્રિય કેબિનેટ મિનિસ્ટર મનસુખ ભાઈ માંડવીયા , ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર બાબુભાઈ બોખીરીયાને લેખીત રજુઆત ભરતભાઈ રાજાણી એ કરી લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારો સૌને યોગ્ય કરવા માટે નકલ પણ આપેલ તે સમયે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનાં વર્તમાન પ્રમુખ જતીનભાઈ હાથી તથા પૂર્વ પ્રમુખો પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા તથા દિલીપભાઈ ગાજરા અને અન્ય હોદેદારો પણ જોડાયેલા હતા.
ભરતભાઇ રાજાણીએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે આપણી વિકાસશીલ અને સંવેદનશીલ સરકાર પોતાની વિવિધ પોલિસીઓ અમલમાં મૂકીને કાયદાઓમાં પણ જરી સુધારા વધારા કરીને સૂક્ષ્મ અને લઘુ ઉધોગો કે જે અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેમને મદદપ થવા સતત પ્રયત્નશીલ છે. જે અભિનંદનને પાત્ર છે.આ અનુસંધાને જ અમારી આપને અપીલ છે કે નવા ઉદ્યોગો આવે, સ્થપાય, વિકાસ પામે તે ખુબ આવકાર્ય છે. પરંતુ તેની સાથે વર્તમાન ચાલુ અથવા બંધ પડેલા અનેક ઉદ્યોગોને તેમની જે વર્ષો પહેલા નવી શરતથી આપવામાં આવેલી છે. તેઓ પોતાના આ ઉદ્યોગોને પુન: ચાલુ કરી શકે, ચાલુ ઉદ્યોગોમાં વધુ રોકાણ કરી જરી આધુનિકરણ, વિસ્તરણ કરી શકે અથવા અમુક ચોક્કસ ઉદ્યોગો કે જે વર્તમાન પરિસ્થિતિમાં વાયેબલ થતા ન હોય માર્કેટિંગ, હરીફાઈ, ટેક્નોલોજી જેવા કોઈ પણ કારણોથી ચલાવી શકાય તેવી કોઈ શક્યતાઓ ન હોય તે કોઈ અન્ય પ્રોડકટ ઉત્પાદનમાં જાય અથવા ટેક્નિકલી આધુનિકરણમાં જાય અથવા બેન્ક ફાયનાન્સ મેળવી ઉધોગોને પૂર્ણ ક્ષમતાથી ચલાવી શકે તેમજ તે માટે જરી ફંડની વ્યવસ્થા કરવા નવા ભાગીદારોનો વધારો-ઘટાડો કરી શકે. પરંતુ તે માટે જમીન જૂની શર્તની હોવી જરી બની જાય છે જેથી આ શક્ય બને. જયારે નવી શર્ત હોય ત્યારે ખુબ વિલંબ સાથે તકલીફો વધે છે.તો ઉદ્યોગકાર જો વર્ષોથી એટલે કે જેમ કે ૨૦ વર્ષોથી કોઈ નવી શર્તની જમીન ઉપર કબજો ધરાવતો હોય તો ઔધોગિક વિકાસ, રોજ ંદારીમાં થઈ શકવાના વધારાની શક્યતાઓ તેમજ રાજ્યના વિકાસ માટે આ જમીનને જૂની શર્તની ફેરવી આપવી જોઈએ તેવી અમારી અપીલ અને માંગણી છે. જે માટે પ્રીમિયમ લેવું કે નહિ, પરંતુ વ્યાજબી લેવાય તે પણ વિચારણામાં લેવા અપીલ છે. તેમ ભરતભાઇ રાજાણીએ ડો. મનસુખભાઇ માંડવીયાને બ રજૂઆત કરીને જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા : એક ફરાર
April 19, 2025 01:50 PMહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech