મૈસૂરના જાણિતા મૂર્તિકાર અણ યોગીરાજની બનાવેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી થઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તેની પુષ્ટ્રિ કરી છે. તેમણે જણાવ્યું કે, આ મૂર્તિનું વજન ૧૫૦ થી ૨૦૦ કિલોગ્રામ છે અને તે ભગવાન રામની ૫ વર્ષની ઉંમરની છે.
ચંપત રાયે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે, ઈન્ડિયા ગેટ પર સુભાષચદ્રં બોઝની પ્રતિમા બનાવી છે. તેમને અયોધ્યામાં મૂર્તિ બનાવવા દરમિયાન પંદર દિવસ સુધી મોબાઈલથી દૂર રખાયા હતા. હાલ તેમની મૂર્તિની પસંદગી કરાઈ છે. મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત થશે તે ભગવાન રામની ૫ વર્ષની ઉંમરની છે. નવી મૂર્તિની સ્થાપના બાદ રામલલ્લાની જૂની મૂર્તિનું શું કરાશે તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ અંગે ચંપત રાયે જવાબ આપતા કહ્યું કે, નવા રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની વર્તમાન મૂર્તિ પણ રખાશે.
યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેનું મોટું ફેન ફોલોઈંગ છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર ૩૭ વર્ષીય અણ યોગીરાજ મૈસુર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કરી ચૂકયા છે. એમબીએનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. શિલ્પકાર બનવા માટે તેમણે ૨૦૦૮માં નોકરી છોડી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન
April 09, 2025 02:52 PMરિલાયન્સ દ્વારા નિર્માણ પામનાર નવાણિયા ગૌશાળાનો શિલાન્યાસ સમારોહ
April 09, 2025 02:48 PMજમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મામલે ધમાલ, ભાજપ-આપ ધારાસભ્યો વચ્ચે મારામારી
April 09, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech