ઓલ ઇન્ડિયા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

  • September 30, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના સહ પ્રભારી  ભુપેન્દ્ર મારવી, કિશાન નેતા અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલીયા  યુથ કોંગ્રેસ ઉપાધ્યક્ષ અભયભાઈ જોટવા પોરબંદર જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના, સેવાદળ, યુથ કોંગ્રેસ, લીગલ સેલ,એસ.સી.સેલ ઓ.બી.સી. સેલ વગેરે સેલના હોદ્દેદારો હાજર ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ચુંટણીઓ વિશે માર્ગદર્શન મેળવ્યુ હતુ તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર સમયમાં લડત આપવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ મિટિંગ પોરબંદરના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં તમામ કોંગ્રેસ પરિવારનો આભાર માનવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News