ઝાડ કાપતી વખતે જામ્યુકોના ગાર્ડન શાખાના કર્મચારીનું વીજ શોકથી મોત

  • May 27, 2021 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

58-દિગ્વિજય પ્લોટમાં બનેલો બનાવ: શોકની લાગણી

જામનગરના 58-દિગ્વિજય પ્લોટમાં કલાસિસ પાસે ઝાડ કાપવાની કામગીરી ચાલતી હતી ત્યારે અકસ્માતે વીજ શૉક લાગતાં જામ્યુકોની ગાર્ડન શાખાના કર્મચારીનું મૃત્યુ નીપજતાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ શંકરટેકરી, પાણીના ટાંકા પાસે આવેલા મોમાઈનગરમાં રહેતાં કરણ કમાભાઈ ડાભી (ઉ.વ.43) નામનો શ્રમિક યુવાન જામ્યુકોની ગાર્ડન શાખામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતો હોય  દરમિયાનમાં ગઈકાલે 58-દિગ્વિજય પ્લોટમાં ઝાડ કાપતાં હોય એ વેળાએ વીજ શૉક લાગતાં કરણભાઈ શરીરે દાઝી ગયાં હતાં અને તેમનું મૃત્યુ થયું હતું. આથી, સાથી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ શંકરટેકરીમાં રહેતાં દેવજી કાન્તિભાઈ ખટાવરા દ્વારા સિટી ‘એ’માં કરવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS