જામનગરમાં પટેલનગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગને ગેસની તકલીફ થયા પછી હૃદય બેસી ગયું

  • June 21, 2021 10:35 AM 

જામનગરમાં પટેલ નગર વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષના બુઝુર્ગને પોતાના ઘેર ગેસની તકલીફ થયા પછી એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલનગર શેરી નં. ત્રણમાં રહેતા હીરજીભાઈ લક્ષ્મણભાઈ કબીરા નામના ૬૪ વર્ષના વૃધ્ધને છેલ્લા કેટલાક સમયથી ગેસની તકલીફ હતી, જે બીમારીના કારણે ગઈકાલે સાંજે ફરીથી ગેસ ઉપાડ્યો હતો, અને એકાએક છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો.

જેથી તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રવીણ હીરજીભાઈ કબીરાએ પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS