લાલચ બુરી બલા છે, ઝડપથી પૈસા કમાવવા માટે લોકો શોર્ટકટ રસ્તા અપનાવતા હોઈ છે પરંતુ આ શોર્ટકટમાં મોટાભાગે મૂડી પણ ગુમાવવાનો વારો આવે છે. છેલ્લા કેટલાક સમયથી લોભામણી સ્કીમમાં પૈસાનું રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી લાખો કરોડો પિયા ઓળવી લેવાયા હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે અને અખબારોમાં સમાચારો પણ પ્રસિધ્ધ થયા છે. એમ છતાં લોકો લાલચની જાળમાં ફસાવા જઈ રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવી નિવૃત જીવન જીવતા ધર્મેન્દ્રભાઈ જીવનભાઈ વાજા (ઉ.વ.૭૫)નામના વૃધ્ધએ સીટી પોલીસ મથકમાં વિપુલ હરકિશનભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ઘરે હતા ત્યારે ન્યુઝ પેપરમાં જાહેરાત આવી હતી કે, મ્યુચલફડં યોજના નામે વધુ માહિતી માટે પાર્થ ઇન્વેસ્ટમેન્ટનો સંપર્ક કરો, સુપર મેગા ઓર, ડબલ સુપર મેગા ઓફર ૨.૫૦ લાખના રોકાણ સામે દર મહિને ૩૭,૫૦૦ નફો મેળવો, અને ૫૦ હજારના રોકાણ સામે .૫૦૦૦ દર શનિવારે નફો મેળવો આ જાહેરાત વાંચી પાર્થ ઇન્વેસ્ટમેન્ટના વિપુલભાઈ ચાવડા અને પાર્થ વિપુલભાઈ ચાવડાનો મોબાઈલ નંબર હતો. અને વિપુલભાઈના પિતા હરકિશનભાઈ મારા મિત્ર હોવાથી મને વિશ્વાસ આવતા હત્પં અમરેલી તેની મીરા આર્કેડમાં આવેલી ઓફિસે ગયો હતો ત્યાં મને વિપુલભાઈએ સ્કીમમાં પૈસા રોકવાની વાત કરી હતી અને હત્પં તમારા પૈસા મ્યુચલ ફંડમાં રોકીશ તેમ જણાવ્યું હતું. આથી મેં ચેકથી છ લાખ વિપુલભાઈને આપ્યા હતા એ રકમ તેને ઉપાડી લીધી હતી બાદમાં અઠવાડિયામાં બાદ કોઈ વળતર ન આવતા વિપુલભાઈ પાસે બ જતા પૈસા પછી આપી દઈશ તેમ કહી વારંવાર પૈસા માંગવા છતાં ગલ્લા તલ્લાં કરી પછી આપી દઈશ હાલમાં પૈસા નથી તેમ કહેતા હત્પં અને મારા જમાઈ તેની પાસે જતા મને ૬ લાખનો ચેક આપ્યો હતો અને આ ચેક હત્પં તમને કહત્પં ત્યારે વટાવજો તેમ કહ્યું હતું. થોડા દિવસ બાદ ચેક નાખવાનું વિપુલભાઈને કહેતા સીટને પૈસાનો મેળ પડો નથી કહ્યું હતું. મને જાણવા મળ્યું હતું કે, વિપુલભાઈએ કોઈ મ્યુચલ ફંડમાં પૈસાનું રોકાણ કયુ નહતું અને પોતાના અંગત ઉપયોગ માટે પૈસા ઓળવી લઈ છેતરપીંડી કરી છે અને હજુ પણ ઓટે જાહેરાતો આપી લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે. પોલીસે વૃધ્ધની ફરિયાદના આધારે વિપુલ ચાવડા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech