8 વર્ષના ઋષિને કંઠસ્થ છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતાજી’ના 700 શ્ર્લોક...

  • July 05, 2021 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઋષિ પરસાણિયાએ કોરોનાકાળનો સદ્ ઉપયોગ કરીને શ્ર્લોક યાદ કયર્િ

કોરોના કાળ જેવા મહામારીના કાળને પણ આશિવર્દિ રૂપ ગણીને સમયનો સદઉપયોગ કરતા રહેલા કુટુંબો આજે ધ્યાનમાં આવે છે. આજ ના સાંપ્રત સમયમાં બાળકો જયારે મોબાઇલ અને ટીવીની દુનિયામાં વ્યસ્ત છે અને એનું અનુકરણ કરીને તે પ્રમાણે વર્તન અને વ્યવહાર કરે છે ત્યારે તેનાથી વિપરીત જામનગર નો 8 વર્ષ નો બાળક ઋષિ રેનિશભાઈ પરસાણીયા જે પંડિતોને પણ અચંબિત કરે તેમ શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે.

અહી ઉલેખનીય છે કે જામનગરમાં ગ્રીનસીટીમાં રહેતા રેનિશભાઈ વિઠલભાઈ પરસાણીયા અને રીનાબેન રેનિશભાઈ પરસાણીયાના ચિ. ઋષિએ લોકડાઉનનાં ટૂંકા સમયગાળા દરમ્યાન શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. ઋષિનાં દાદા વિઠલભાઈ પરસાણીયા પણ ઋષિને આ કૃતિ બાબતે સતત પ્રોત્સાહિત કરતાં. ઋષિના માતાપિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા છે, સ્વાધ્યાય કાર્યના અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ એટલે બાળ સંસ્કાર કેન્દ્ર. આ કેન્દ્રમાં નિયમિત જનાર આ બાળકે પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી) ના 100માં વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરીને દાદાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

ઋષિ તેના માતા રીનાબેનના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોક દિવસમાં 10-10 વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો છે, આ સાથે તેને બીજા સંસ્કૃતના શ્લોકો અને સ્તોત્રો પણ કંઠસ્થ કયર્િ છે અને તેને લાંબા સમય સુધી યાદ રાખવા રટણ કરવું જરૂરી બની જાય છે તેથી ઋષિ તેને યાદ રાખવા દરરોજ સાતત્ય પૂર્વક પારાયણ કરવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.

ઋષિના માતા-પિતા જણાવે છે કે અમારા માર્ગદર્શન હેઠળ ઋષીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનું અમને ખૂબજ ગૌરવ છે અમને આનંદ છે કે અમારો પુત્ર આટલો તેજસ્વી અને હોનહાર છે, ઋષિ કહે છે કે મને આ શ્લોકો શીખવામાં ખૂબજ મજા આવી છે અને આના લીધે મને ભણવાનું પણ સરળ લાગે છે અને મારી યાદશક્તિ પણ ધણી વધી છે, ઋષિ કેન્દ્રીય વિધાલય નં. 2, ઇન્ફન્ટ્રી લાઈન્સ, જામનગરમાં ધોરણ 4 માં અભ્યાસ કરે છે અને ઋષિ અભ્યાસ માં પણખૂબજ તેજસ્વી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS