બંગાળમાં ૩.૫ અને મણિપુરમાં ૩ની તીવ્રતાનો ભૂકપં અનુભવાયો

  • January 03, 2024 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ જાણે આજકાલ વધતી જતી સામે આવી રહી છે. હજુ જાપાનમાં આવેસા ભૂકંપના વિનાશના આંકડા સતત વધી રહ્યા છે, ત્યાં બીજી તરફ અફઘાનિસ્તાન અને નેપાળ સહિત ભારતમાં પણ કેટલાક રાયોમાં ધરતી ધ્રુજી હોવાની માહિતી સામે આવી છે.બંગાળમાં ૩.૫ અને મણિપુરમાં ૩.૦ની તીવ્રતાનો ભૂકપં અનુભવાયો હતો જો કે જાનમાલ ના નુકસાન ની કોઈ વિગતો સાપડી નથી. બીજી તરફ અફઘાનિસ્તાન પણ અડધા કલાકમાં બે વાર ધ્રુયું હતું અને કંપન ની તીવ્રતા ૪.૪ અને ૪.૮ નોંધાઈ છે.

ભારતમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્રારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૩.૫ હતી. તો આ સાથે મણિપુરથી ૨૬ કિમી દક્ષિણ–પશ્ચિમમાં ઉખલમાં પણ ધરતીકપં અનુભવાયો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે આપેલી માહિતી અનુસાર રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ હતી. મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકપં અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૧૨૬ કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. રિકટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૪.૪ નોંધવામાં આવી છે.

અફઘાનિસ્તાનમાં અડધો કલાકમાં બે વાર ભૂકંપ. મંગળવારે રાત્રે અફઘાનિસ્તાનમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકપં અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૧૨૬ કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો. જો કે અડધા કલાક બાદ જ ફરી એકવાર ૪.૮ની તિવ્રતાનો ભૂકપં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News