આવતીકાલે વિશ્વ હૃદય દિવસ છે. હાલ નાની ઉંમરે પણ હૃદય રોગના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જકં ફડ નું સેવન, હાઇપર ટેન્શન, માનસિક તણાવ, ડાયાબિટીસ, સિગારેટ સહિત હૃદય રોગ માટે જવાબદાર છે. હાર્ટ ડીસીઝ માટે કોરોનરી હાર્ટ ડીસીઝને ગણી શકાય જેમાં હૃદયની નળીઓ બ્લોક થઈ જાય છે. જેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લ ામાં ૧૦૮ દ્રારા નવ માસમાં ૨૨૩૮ હૃદય સંબંધિત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સરેરાશ દૈનિક ૮થી વધુ દર્દીઓ હૃદય રોગનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ ડો.સંજયભાઈ કુબાવતના જણાવ્યા મુજબ ૧૦ કરોડથી વધારે ભારતીયો હૃદયની સમસ્યાથી પીડિત થઈ રહ્યા છે. અડધાથી વધારે નોન કોમ્યુનિકેબલ ડિસિઝના મૃત્યુ માટે જવાબદાર છે. એટલે જ હાર્ટ ડીસીઝને વિશ્વનો નંબર વન કિલર ગણવામાં આવે છે. વહેલું અને સમયસર નિદાન અને સારવાર જ હૃદયના હત્પમલાથી અટકાવી શકાય છે.
હાર્ટ ડીસીઝ માટે કોરોનરી હાર્ટ ડીસીઝને ગણી શકાય જેમાં હૃદયની નળીઓ બ્લોક થઈ જાય છે. જે પરિબળ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. હાલ નાની ઉંમરે હૃદય રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેનો મુખ્ય કારણ માનસિક તણાવ, બેઠાડું જીવન જે છેલ્લ ે જે મોટાપા તરફ લઈ જાય છે, સ્મોકિંગ તથા આલ્કોહોલનું સેવન, જકં ફડ અને તેમાં પણ ઓઇલી ફડ ના કારણે હાઈ કોલેસ્ટ્રોલ તરફ દોરી જાય છે. આ ઉપરાંત બ્લડપ્રેશર, ડાયાબિટીસ પણ હૃદય રોગ માટે જવાબદાર છે.
વધતી ઉંમર અને પુષોને હૃદય રોગની શકયતા વધુ રહે છે. ભારતીયોમાં પાન મસાલાનું સેવન વધુ પ્રમાણમાં હોવાથી તે પણ હૃદય રોગ માટે જવાબદાર છે. ભારતીયોમાં કોલેસ્ટ્રોલ, ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ વધારે રહે છે.
હૃદય રોગ માટે શઆતના કોઈ લક્ષણો હોતા નથી પરંતુ ચાલીને થાકી જવું, બેઠા રહેવું નીંદર આવી સહિતના મુખ્યત્વે લક્ષણોથી લકવો થવાની શકયતા રહે છે
૧૦૮ દ્રારા ૨૨૩૮ હૃદયરોગના દર્દીને હોસ્પિટલમાં ખસેડાયા
કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે. જૂનાગઢમાં હૃદય સંબંધિત કેસોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ સરેરાશ ૮થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ઇમરજન્સી ૧૦૮ને મળેલા કેસના ડેટા પ્રમાણે જાન્યુઆરીથી ઓગસ્ટ આઠ મહિનાના સમયગાળામાં જૂનાગઢ જિલ્લ ામાં હૃદય સંબંધી તકલીફોના કુલ ૨૨૩૮ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ જુલાઈ માસમાં ૨૮૪ અને સૌથી ઓછા ફેબ્રુઆરી માસમાં ૨૦૮ કેસ નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech