સામાજિક અગ્રણીના વીડિયોમાં છેડછાડ કરી સમાજના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ

  • January 17, 2024 05:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના શીતલ પાર્ક પાસે રહેતા અને યુવા ભીમ સેનાના સ્થાપક સામાજિક યુવા અગ્રણીને ત્રણ શખસોએ સોશિયલ મીડિયામાં તેમના વિડિયોમાં છેડછાડ કરી તેમને બદનામ કરવાની કોશિશ કરી હતી.બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોય આ અંગે યુવા અગ્રણીઓ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ,૧૫૦ ફટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે દ્રારકાધીશમાં રહેતા દિલીપભાઈ ધીભાઈ સોલંકી (ઉ.વ ૩૬) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધી સોસાયટીમાં રહેતા અશોક ગોવિંદભાઈ સિંધવ, જંગલેશ્ર્વરમાં રહેતા અશ્વિન ચૌહાણ અને સોરઠીયાવાસ ઘાંચીવાડમાં રહેતા ગોપાલ ચાવડાના નામ આપ્યા છે.

ડી.ડી.સોલંકીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે પોતાની યુટયુબ ચેનલ પર સમાજ જોગ એક વિડીયો મુકયો હતો. દરમિયાન ત્રણેય આરોપીઓએ યુટયુબ ચેનલમાં મુકેલો વીડિયોમાંથી અમુક ભાગને સમાજના લોકો નારાજ થાય તે રીતે વાઇરલ કર્યેા હતો અને સમાજના લોકોને ઉશ્કેરવા બીજો ભળતો વિડીયો બનાવી સમાજને ઘેટા બકરા ગણતા હોય તે રીતે ફરિયાદી વિદ્ધ ભડકાવવા વિડીયો વાઇરલ કર્યેા હતો. તેમજ આરોપી અશ્વિન ચૌહાણએ ફરિયાદીના મિત્ર ને ફરિયાદી વિદ્ધ એલફેલ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ડીડી સોલંકીનો તો સફાયો કરવો છે તેવું વીડિયોમાં બોલે છે.

બીજા વીડિયોમાં પણ ફરિયાદીની સામાજિક પ્રતિાને નુકસાન પહોંચે તેવું ગેરવર્તન કરી અપશબ્દ બોલી સમાજમાંથી તારી નેતાગીરી ખતમ કરી નાખવી છે જેવા અનેક સોશિયલ મીડિયામાં સમાજમાં ઉતારી પાડવા અને ફરિયાદી વિદ્ધ ઉશ્કેરવા અને ભડકાવવા વિડીયો વાઇરલ કર્યા છે. આમ ત્રણે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદીને સમાજમાં ઉતારી પાડવા અને બદનામ કરવા વીડિયોનો અમુક ભાગ તેમજ બીજા ભળતા વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હોય અને ધમકી પણ આપી હોય આ અંગે ફરિયાદીએ આ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application