ગોંડલના સડક પીપળિયા ગામે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર હુમલો

  • February 21, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના સડક પીપળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર કર ચડાવી દઈ સાતી આઠ શખસોએ ધોકા, પાઇપ વડે હુમલો કરવામાં આવતા ત્રણ મહિલા સહીત ચારને ઇજા તા પ્રમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સડક પીપળીયા ગામે રહેતા નરેશભાઈ કિશોરભાઈ દાફડા અને પરિવારજનો ઘર પાસે પડોશીના લગ્ન હતા ત્યારે ઉભા હતા એ સમયે ત્યાં પડોશમાં રહેતા કેટલાક શખ્સો આવી ગાળો બોલતા હોવાી તેને ગાળો બોલવાની ના પાડી ટપારતા ધીરુ મકવાણા, મુકેશ, ગૌરવ સોલંકી, આશીષ, લાલો સહિતના અજાણ્યા માણસોએ નરેશભાઈ દાફડા (ઉ.વ.૩૮)ના ઉપર ધોકા પાઇપ વડે તૂટી પડતા તેને છોડાવવા વચ્ચે પડેલા હીરાબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.૫૬), વિભૂતીબેન રાણાભાઇ દાફડા (ઉ.વ.૨૨) , શાંતાબેન મહેશભાઈ દાફડા (ઉ.વ.૪૫)ને ઇજા તા સારવાર માટે પ્રમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હા ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News