પોરબંદરની વી.જે. મોઢા કોલેજના અધ્યાપકે પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે ત્યારે તેમને શુભેચ્છાઓ આપવામાં આવી છે.
પોરબંદરની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી વી. જે. મોઢા કોલેજખાતે કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ૧૦ વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નીરવ મહેતા એકમ્પ્યુટર સાયન્સ વિષયમાં ટોપિક ‘ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીસીઝન સપોર્ટ સીસ્ટમ ટુ રેકમેન્ડ ન્યુટ્રીશીયસ ફૂડ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર પેશન્ટસ’ ડિઝાઇન એન્ડ ડેવલપમેંટ ઓફ ડી.એસ.એસ. ટુ રેકમેન્ડ ન્યૂટ્રિસયશ ફૂડ ફોર કાર્ડિયોવાસ્ક્યુલર પેશન્ટ પર ડો. હેતલ આર. ઠાકરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી આત્મીય યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરેલ છે.તેઓ છેલ્લા ૧૦વર્ષ કરતાં પણ વધારે સમયથી કોમ્પુટર સાયન્સ વિષયમાં હજારો વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનનો લાભ આપી રહ્યા છે.
આ ઉપરાંત, યુનિવર્સિટીના ડાઇરેક્ટર ઓફ રિસર્ચ પ્રો. ડો.આશિષ કોઠારી દ્વારા તેઓએ પણ માર્ગદર્શન મેળવેલ છે. તેઓએ બેઝલાઇન ઓન્લી, કો-કલ્સટરીંગ, કે.એન.એન. બેઝીક જેવા ૧૦થી વધુ એલ્ગોરીધમ ના ઉપયોગ દ્વારા મોડેલ તૈયાર કરેલ છે જેનો ઉપયોગ દર્દીઓને જરી ન્યુટ્રીશન અને કેલેરી વાળો ખોરાક દર્દીની જાતિ, ઉંમર, વજન, સિઝન, રોજબરોજની કાર્યશૈલી, ઊંચાઈ જેવા અગત્યના પરિબળોના આધારે ક્યો ખોરાક લેવો તેનું વર્ગીકરણ સમયના આધારે સવાર, બપોર, સાંજ એમ ત્રણ વિભાગમાં કરવામાં આવેલ છે. જે ખાસ ગુજરાતમાં રહેતા હૃદયરોગના દર્દીઓને ઉપયોગી બની રહે તે હેતુથી બનાવવામાં આવેલ છે. જુદી જુદી કેલેરીના આધારે દરેક દર્દીઓને ક્યો ખોરાક લેવો તેની માહિતી આ એલ્ગોરીધમ નો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. આ એલ્ગોરીધમ બનાવવા માટે સંશોધક દ્વારા ગુજરાતનાં જુદા જુદા શહેરોના ડોક્ટરોની મુલાકાત લઈ અને ઉપરોક્ત પરિબળોને આધારે ૯૦ થી પણ વધુ ખોરાકનું વર્ગીકરણ કરી અને ક્યો ખોરાક ક્યાં સમયે લેવો ફાયદાકારક થશે તેની માહિતી આ મોડેલ દ્વ્રારા મેળવી શકાય છે. તેનાથી હૃદયરોગના દર્દીઓને ખોરાકની બાબતમાં ઉપરોક્ત પરિબળોના આધારે મોડેલમાં માહિતી રજૂ કરતાં બી.એમ.આર.(બેઝિક મેટાબોલીક રેટ ) મળે તેના આધારે દર્દીને ક્યો ખોરાક લેવો અને કેટલી કેલેરીનો લેવો તેની માહિતી અને વર્ગીકરણ ઋતુને આધારે આ મોડેલ તૈયાર કરીને આપે છે.
આ હાઇબ્રીડ મોડેલ યુઝર બેઝડ,કેલેરી બેઝડ અને પોપ્યુલારીટી બેઝડ એમ ત્રણ ભાગમાં વર્ગીકૃત કરેલ છે. જુના તથા નવા તમામ દર્દીઓને આવરીને આ મોડેલ તૈયાર કરવામાં આવેલ છે. આ સંશોધન કાર્ય દરમિયાન ડો. હેતલ આર. ઠાકર ના સતત માર્ગદર્શન હેઠળ નીરવ મહેતા દ્વારા કુલ ૧ (એક) પેટન્ટ અને ૩(ત્રણ) સંશોધન પેપર સ્પ્રીંગર (સ્કોપસ ઇન્ડેક્ષ) વગેરે જેવા નામાંકિત ઇન્ટરનેશનલ જનરલમાં પબ્લીશ કરેલ છે. સંશોધન ક્ષેત્રમાં આજનો યુવા વર્ગ આગળ વધે તે માટે સરકાર અને યુ.જી.સી. નવી નવી શોધ સ્કીમો અને સ્કોલરશીપ આપતી હોય છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (એસ.એસ.આઇ.પી.) લોન્ચ કરવામાં આવેલ છે જેમાં ૩૫ વર્ષ સુધીની ઉંમર ધરાવતા યુવા સંશોધકને પ્રોત્સાહન આપવા સ્કોલરશીપ આપીને નવા નવા સંશોધન કાર્ય થતાં રહે તે હેતુ રહેલો છે. આ જ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (એસ.એસ.આઇ.પી.) અંતર્ગત આત્મીય યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આ સંશોધન કાર્ય માટે ફંડિંગ કરવામાં આવેલ છે. શ્રી વી. જે. મોઢા કોલેજના આ યુવા અધ્યાપકે એસ.એસ.આઇ.પી.માં પોતાના આ મોડેલને પેટન્ટ કરી પબ્લિશકરાવેલ છે. આ સંશોધનકાર્ય પૂર્ણ કરવા માટે નીરવસર મહેતાને તેઓના માર્ગદર્શક ડો. હેતલ આર. ઠાકર દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે અને તેઓના બહોળા અનુભવને કારણે આ શક્ય બન્યું છે. આ સમયે નીરવ મહેતા એ ખાસ તેમના માતા-પિતાનો વિશેષ આભાર વ્યક્ત કરેલ કે તેઓના આશિર્વાદ અને સહકારને કારણે જ આ શક્ય બન્યું છે. સંસ્થાના પ્રમુખ વલ્લભભાઇ મોઢા, ટ્રસ્ટી ડો. રમેશભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, અશોકભાઈ મોઢા, જયસુખભાઇ થાનકી, રવિભાઈ થાનકી, સિધ્ધાર્થભાઈ મોઢા, મયુરરાજસિંહ ગોહિલ, પ્રિન્સિપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર ડો. વિશાલભાઈ પંડયા, એકેડમિક હેડ ડો. ઝલકભાઈ ઠકરાર તેમજ સર્વે સ્ટાફ મિત્રોએ તેઓને આ સિધ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech