પૂનમ પાંડેએ કર્યો મોટો ધડાકો, કહ્યું મારે જાગૃતિ લાવવી છે
થોડા દિવસો પહેલા પૂનમ પાંડેએ 'સર્વાઈકલ કેન્સર' વિશે જાગૃતિ લાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. આ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. ખુદ પૂનમ પાંડે એ આ અંગે ખુલાસો કર્યો છે અને કહ્યું કે શબેન એજન્સીએ મને આવો આઈડિયા આપ્યો હતો
બોલીવુડની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે અંગે સૌથી મોટો ધડાકો થયો છે.તાજેતરમાં પૂનમ પાંડેના ફેક ડેથ ન્યૂઝ ફરતા થયા હતાં. બાદમાં આ એક સ્ટંટ હોવાનું ખુલ્યું હતું. પણ શું તમે જાણો છો કે, કોણ છે આ ફેક ડેથ સ્ટંટ પાછળનો બેજાબાજ. 2 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. આ પછી તેને ટ્રોલ કરવામાં આવી હતી. એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપતાં તેણે આ મામલે મોટો ધડાકો કર્યો છે.
આખો દિવસ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયા પર અને તમામ સમાચાર માધ્યમોમાં પૂનમના નામની બૂમ પડી ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે અભિનેત્રી પૂનમ પાંડેએ પોતે જ મોટો ધડાકો કર્યો છે. સમગ્ર ઘટના અંગે ખુદ પૂનમ પાંડે એ બીજા દિવસે તેણે વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે જીવિત છે અને તેણે આ માત્ર જાગૃતિ ફેલાવવા લોકોમાં કેન્સર અંગે અવેરનેસ લાવવા માટે આમ કર્યું હોવાની વાત કરી હતી. જોકે, પૂનમ પાંડેનો આવો વીડિયા સામે આવ્યાં બાદ લોકોએ તેને ખુબ જ ટ્રોલ કરી હતી. મીડિયાએ પણ તેની આ હરકતની ભારે ટિકા કરી હતી. ત્યારે હાલમાં જ એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપતાં પૂનમ પાંડેએ અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો કર્યો છે.
પૂનમ પાંડેને કોઈ અફસોસ નથીઃ
જોકે, પૂનમ પાંડે એ તેના ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે તેણે તો લોકોની ભલાઈ માટે આવું કર્યું હતું. 17 વર્ષની ઉંમરે વર્લ્ડ કપવાળા વિવાદ વિશે વાત કરતાં પૂનમ કહે છે કે તેણે જે કર્યું તેનો તેને કોઈ પસ્તાવો નથી. આ પછી તે કહે છે કે જો તમે મારા જૂના કામ માટે મને ટ્રોલ કરી રહ્યા છો, તો હું તમને કહેવા માંગુ છું કે મારા અભિયાનથી લોકોને પણ ફાયદો થયો છે.
પૂનમની માતાને કેન્સર હતું-
પૂનમ કહે છે, "મારી માતાને કૅન્સર થયું ત્યારે મારા પિતાની બધી બચત તેમની સારવાર પાછળ ખર્ચાઈ ગઈ હતી. જ્યારે કોઈ રોગ તમારા ઘરના દરવાજે દસ્તક દે છે, ત્યારે તમને ખબર પડે છે. ભારતમાં લોકોના ઘરે મેડિકલ ઈન્શ્યોરન્સ નથી. ત્યારે આ સ્થિતિ ખુબ જ ભયાનક હોય છે."
બબીતા ફોગટે વખાણ કર્યા હતા-
પૂનમ કહે છે, "ફેક ડેથ સ્ટંટ માત્ર એક સારા હેતુ માટે કરવામાં આવ્યો હતો. સર્વાઇકલ કેન્સર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. બબીતા ફોગાટે મને મેસેજ કર્યો અને કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. ફક્ત ટ્રોલ્સને જોશો નહીં. આ સિવાય બીજા સારા પાસા પણ છે."
મેં મારી માતાને પહેલા કહ્યું...
પૂનમ કહે છે, "જ્યારે હું આ કેમ્પેઈન વિશે વિચારી રહી હતી ત્યારે સૌથી પહેલાં મે મારી મમ્મીને આ અંગે વાત કરી હતી. જોકે, મારી મમ્મીએ પણ મને કહ્યું હતુંકે, આ એક ગાંડપણવાળી વાત છે. મેં તેને કહ્યું કે મમ્મી મહિલાઓને આ બીમારી આ રોગ વિશે ખબર નથી. હું તેમનું ભલું કરવા માંગુ છું. ત્યાર બાદ મારી મમ્મીને મારા આ કામ પર ગર્વ થયો. તેથી મને બીજા કોઈની પરવા નથી."
આ આઈડિયા કોણે આપ્યો?
પૂનમ કહે છે કે જો તે ઈચ્છતી તો તે ગાયબ થઈ શકી હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં. આ સમગ્ર આયોજન પાછળ શબેન એજન્સીનો હાથ છે. તેણે આ વિચાર અભિનેત્રીની સામે મૂક્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે આ કામ બિલકુલ ફ્રીમાં કર્યું છે. એક પૈસો પણ લેવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech