૬ વર્ષના બાળક ઉપર ૧૫ વર્ષના તરુણ દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

  • May 24, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ૬ વર્ષના બાળક ઉપર ૧૫ વર્ષીય પડોશી તણે સૃષ્ટિ વિધ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે, ઘરે ન હોઈ ત્યારે પડોશમાં રહેતો તરૂણ ઘરે આવ્યો હતો અને થપ્પો દાવ રમવાનું કહી બાળકની નાની બહેનને બહાર મોકલી દઈ ન કરવાનું કયુ હતું. બનાવને પગલે બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરિવારનો ૬ વર્ષનો બાળકઅને તેની નાની બહેન ઘરે હતા ત્યારે પડોશી તરૃણ ઘરે આવ્યો હતો અને બાળક ઉપર સૃષ્ટિ વિધ્ધનું કૃત્ય કયુ હતું. બાળકના માતા–પિતા કામેથી સાંજે આવતા સઘળી હકીકત જણાવી હતી. બાળકને ગુદામાર્ગના ભાગે ઓલિ નીકળતા તેને તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. બાળકના કહેવા મુજબ ગઈકાલે ઘરે પોતે અને નાની બહેન ઘરે હતા ત્યારે પડોસમાં રહેતો વિકાસ(નામ બદલ્યું છે) ઘરે આવ્યો હતો અને થપ્પો દાવ રમવા નું કહી નાની બહેનને સંતાઈ જવા કહ્યું હતું. એ ઘરે ની બહાર સંતાવા ગયા પછી વિકાસે મારી સાથે ખરાબ કામ કયુ હતું. જો કે આ મામલે બાળકના વાલીએ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. બાળકના કહેવા મુજબ તેની સાથે કાંઈ થયું છે કે કેમ ? એ જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application