ભુજ–ભચાઉ હાઈ–વે પર સુઝલોન કંપની નજીક આજે વહેલી સવારે તુફાન કાર નાલાની રેલીંગ સાથે અથડાઈને પલટી ખાઈ જતાં આ અકસ્માતમાં ભુજના માધાપર ગામના ત્રણ વ્યકિતના મૃત્યુ નિપયાની અને અન્ય ૮ સભ્યો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો દોડી ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ માધાપરનો સોનીપરિવાર સૌરાષ્ટ્ર્રના ધાર્મિક સ્થળોએ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો તે વેળાએ રસ્તામાં કારચાલકને ઝોકુ આવી જતાં કરુણાંતિકા સર્જાઈ હતી.
પ્રા થયેલી પ્રાથમિક વિગતો મુજબ, ભુજના માધાપરનો સોની પરિવાર સૌરાષ્ટ્ર્રના સોમનાથ, દ્રારકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા નિકળ્યો હતો અને ગત રાત્રીના પરત માધાપર આવવા તુફાન કારમાં નીકળ્યા હતા આજે વહેલી સવારે ભુજ–ભચાઉ હાઈ–વે પર સુઝલોન કંપની પાસે તુફાન નાલામાં રેલીંગ સાથે અથડાઈ પડી હતી અને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ત્રણ પુરુષના ઘટના સ્થળે મોત નિપયા હતા. યારે આઠને ઈજા પહોંચી હતી. પોલીસે બનાવ સ્થળે દોડી જઈ મૃતકોની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. બનાવના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો જે પૂર્વવત કરાવાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech