કેનેડામાં ભારતીય વિધાર્થીની કારમાં ગોળી મારી હત્યા કરાઈ

  • April 15, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડામાં એક ભારતીય વિધાર્થીની તેની કારની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચિરાગ અંતિલ (૨૪) મૂળ હરિયાણાનો હતો. મૃતક યુવકે તાજેતરમાં યુનિવર્સિટી કેનેડા વેસ્ટમાંથી એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ક પરમિટ મેળવી હતી. આ ઘટના ૧૨ એપ્રિલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોટર્સ અનુસાર, સ્થાનિક પોલીસનું કહેવું છે કે કેનેડાના દક્ષિણ વેનકુવરમાં એક ભારતીય વિધાર્થીની કારની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેની જાણ તેના પડોશીઓએ કરી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પાડોશીઓએ જણાવ્યું કે, તેઓએ અચાનક ઘરની બહાર ગોળીબારના જોરદાર અવાજો સાંભળ્યા. આ પછી તેણે બહાર આવીને જોયું તો કારની અંદર ચિરાગ મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

વાનકુવર પોલીસનું કહેવું છે કે ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ પડોશીઓએ ઘટનાની રાત્રે લગભગ ૧૧ વાગ્યે પોલીસને ફોન કરીને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પાર્ટી ઈસ્ટ ૫૫મી એવન્યુ અને મેઈન સ્ટ્રીટની આસપાસ પહોંચી ગઈ હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને અજાણ્યા હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

ચિરાગ અંતિલના ભાઈ રોનિતે પત્રકારોને જણાવ્યું કે તે સપ્ટેમ્બર ૨૦૨૨માં નો અભ્યાસ કરવા વેનકુવર ગયો હતો. ઘટનાની સવારે મેં ચિરાગ સાથે ફોન પર વાત પણ કરી હતી. તે સમયે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. કહેવાય છે કે યારે તે કયાંક જવા માટે પોતાની ઓડી કાર લઈને નીકળ્યો ત્યારે તેને કોઈએ ગોળી મારી દીધી હતી.

આ મામલામાં કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઈના પ્રમુખ વણ ચૌધરીએ વિદેશ મંત્રાલયને 'એકસ' પર ટેગ કરતી પોસ્ટ શેર કરી છે અને પીડિત પરિવારને મદદની વિનંતી કરી છે. કેનેડાના વાનકુવરમાં ભારતીય વિધાર્થી ચિરાગ એન્ટિલની હત્યા પર તાત્કાલિક ધ્યાન આપવાની પણ વિનંતી કરવામાં આવી છે. પીડિત પરિવારને જલ્દી ન્યાય મળી શકે તે માટે આ મામલાની ઝડપથી અને સંપૂર્ણ તપાસ કરવા માટે વિદેશ મંત્રાલયને પણ વિનંતી કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application