અટલ સરોવર નજીક ૫૫૦ કરોડના ખર્ચે સ્થપાશે આઈટી પાર્ક: વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરાયા

  • October 12, 2023 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર નજીક ૧૫,૦૦૦ ચોરસ મીટર જમીનમાં અલગ અલગ બે તબક્કે આઇટી પાર્કની સ્થાપના કરવામાં આવનારી છે. આગામી તારીખ ૧૫ અને ૧૬ ના રોજ સાપર ખાતે યોજાનારી રાજકોટ ડીસ્ટ્રીકટ વાઇબ્રન્ટ સમિટ માં તેના એમઓયુ કરવામાં આવશે.આઈટી પાર્કનો પ્રોજેકટ સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં પ્રથમ આવી રહ્યો છે. અમદાવાદમાં ઘણી આઇટી કંપની છે પરંતુ પાર્કનું નિર્માણ રાજકોટમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.અલગ અલગ બે તબક્કામાં આ પ્રોજેકટ પૂરો થશે.પ્રથમ તબક્કામાં ૨૫૦ કરોડ અને બીજા તબક્કામાં ૩૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સંદર્ભે જુદી જુદી યુનિવર્સિટીઓ અને એન્જિનિયરિંગ કોલેજો સાથે ટાઇઅપની પ્રક્રિયા પણ ચાલુ હોવાનું જાણવા મળે છે.આઇટી પાર્ક ઉપરાંત સિમેન્ટ કંપનીઓ અને જીનીંગ મીલો સહિતનાઓ મોટા પ્રમાણમાં એમઓયુ કરવા માટે તત્પર છે.કેટલી સંખ્યામાં અને કેટલી રકમના એમઓયુ થશે તેનો ચોક્કસ આંકડો એકાદ બે દિવસમાં મળી જશે પરંતુ ૧,૫૦૦ કરોડથી વધુનું રોકાણ થવાની શકયતા છે.

૧૦૦ જેટલા એમઓયુ થશે: કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે શાપર વેરાવળ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વીસ સેન્ટરના હોલમાં તારીખ ૧૫ અને ૧૬ ના રોજ બે દિવસ આ કાર્યક્રમ યોજાનારો છે. એકસપોર્ટ પ્રમોશન સહિતના જુદા જુદા વિષયો પર સેમીનાર, ગ્રુપ ડિસ્કશન અને વન ટુ વન ચર્ચા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્થળે લોન મેળાનું પણ આયોજન કરાયું છે.૧૦૦ જેટલા એમઓયુ થવાની શકયતા છે. પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, ઉધોગ વિભાગના રાય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રીઓ ભાનુબેન બાબરીયા,કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો, સંસદ સભ્યો, ઉધોગપતિઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application