પોરબંદરના બોખીરામાં આવેલા કે. કે. નગર વિસ્તારમાં બે ઈસમોએ શ્ર્વાનને લાકડી પાઇપ અને પથ્થર વડે મોતને ઘાટ ઉતારી દેતા પી.એમ.ની કાર્યવાહી થઈ હતી અને ત્યારબાદ અંતે બે ઇસમો સામે ગુન્હો દાખલ થયો છે.
બનાવની વિગત એવી છે કે બોખીરાના કે કે નગર વિસ્તારમાં રવિવારે બપોરના સમયે અજય બાઘા પરમાર અને વિજય બાઘા પરમાર એમ બે ઈસમોએ શેરી શ્ર્વાનને લાકડી અને પાઇપ વડે બેફામ માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ પથ્થરમારો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. લોહી લુહાણ હાલતમાં કણસતા આ શ્વાન અંગે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફ ટ્રસ્ટ ના જીવદયા પ્રેમી સભ્ય રામભાઈ સુકાભાઇ કેશવાલા એ સો નંબર પોલીસને તથા સંસ્થાના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારાવદરા ને જાણ કરતાં તેઓ અને તેમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને ઘવાયેલા શ્ર્વાનને તેમની સંસ્થાના સેન્ટર ખાતે પહોંચાડ્યું હતું પરંતુ થોડા સમય બાદ તે મૃત્યુ પામ્યું હતું. બનાવવાની ઉદ્યોગ નગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને શ્ર્વાનના મૃતદેહ નો કબજો લઈને તેની પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા ત્યારબાદ એ બે ઈસમો સામે પ્રાણીઓ પર ક્રૂરતાની કલમ ૧૯૬૦ની કલમ -૧૧(૧)(એલ.) હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં રામભાઈ કેશવાલા નામના જીવદયાપ્રેમી એ જ બે ઈસોમો કે.કે.નગરમાં પાણીના અવેડા પાસે ઝૂંપડામાં રહેતા અજય બાઘા પરમાર અને વિજય બાઘા પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં અવારનવાર આ પ્રકારના બનાવો બને છે અને લોકો દ્વારા પશુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે ત્યારે તેમના હિત માટે હર હંમેશ સંસ્થાના સ્થાપક ડોક્ટર નેહલબેન કારાવદરા અને તેમની ટીમે આ મુદ્દે પણ વારંવાર લડત ચલાવી છે અને હજુ વધુ એક વખત કાયદાકીય લડત ચલાવવામાં આવનાર છે ત્યારે લોકોએ પણ જીવદયાપ્રેમીઓની આ કામગીરીને બિરદાવી છે અને મૂંગા જીવને મોતને ઘાટ ઉતારનાર બંને ઇસમો સામે કડકમાં કડક કામ લેવાય તેવી માંગ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech