શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના 75માં વર્ષના પ્રવેશે અમૃત મહોત્સવ

  • July 16, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યસમાજ જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના 74 વર્ષ પૂર્ણ કરી 75માં વર્ષના પ્રવેશના ઉપલક્ષ્યમાં સમગ્ર વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવણીના પ્રારંભનો એક સમારોહ યોજવામાં આવેલ.

જેના અઘ્યક્ષસ્થાને શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઇ ઠક્કર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયા, શિક્ષણ નિરિક્ષક બીનાબેન દવે, શ્રી બૃહદ સૌરાષ્ટ્ર ાર્ય પ્રાદેશિક સભાના માનદમંત્રી અશોકભાઇ પરમાર, શ્રી વિદ્યોતેજક મંડળ જામનગરના માનદમંત્રી રમેશભાઇ શાહ, વિઠલદાસ ધનજીભાઇ બારદાનાવાલા કેળવણી મંડળના પ્રમુખ દીલીપભાઇ આશર ઉપસિથત રહ્યા હતા. સર્વેનું ઉપવસ્ત્ર અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત આર્યસમાજ અને આર્ય વિદ્યાસભા જામનગરના માનદમંત્રી મહેશભાઇ રામાણી દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે ગીત શ્રીમદ દયાનંદ કન્યાવિદ્યાલય માઘ્યમિક વિભાગની વિદ્યાર્થીની કુ. તુલસી રાઠોડ, સમુહ ગીન શાળાની પ્રાથમિક વિભાગની બહેનો અને માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગની બહેનો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. શાળા પરિચય શ્રીમદ દયાનંદ કન્યાવિદ્યાલય માઘ્યમિક વિભાગની શિક્ષિકા બહેન જયશ્રીબેન જાનીએ આપ્યો હતો. શાળાની વિદ્યાર્થીની બહેનોને અતિથિવિશેષઓ અને સંસ્થાના પદાધિકારીઓના હસ્તે રોકડ પારિતોષિક આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં ઉપપ્રમુખ સત્યદેવભાઇ વલેરા, ઉપમંત્રી નરેન્દ્રભાઇ મહેતા, કોષાઘ્યક્ષ વિનોદભાઇ નાંઢા, સદસ્યો સુનિતાબેન ખન્ના, નિમુબેન રામણી, પ્રભુલાલભાઇડી. મહેતા, સતપાલજી આર્ય, વિશ્ર્વાસભાઇ ઠક્કર, જગદીશભાઇ મકવાણા, અરવિંદભાઇ મહેતા, ધીભાઇ નાંઢા, પ્રભુલાલભાઇજે. મહેતા, જશવંતભાઇ નાંઢા, પ્રિતેશભાઇ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના શિક્ષિકા ઋત્વીબેન રાજાણીએ કર્યું હતું.આભાર દર્શન શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના આચાયર્િ પ્રફુલ્લાબેન પડીયાએ કયુૃં હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS