વીંછિયાના શરમાળીયા દાદાના મંદિર પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દા ભરેલી કાર ઝડપી લીધી હતી. ૧.૫૦ લાખના દાના જથ્થા સાથે અમરેલીના શખસને ઝડપી લીધો હતો. યારે તેની પૂછતાછ કરતા દાનો જથ્થો વીંછિયાના મોટા માત્રામાં રહેતા બુટલેગરે આપ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ પિયા ૬. ૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસપી વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ રાજકોટ રલ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરીમા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી હકીકત મળી હતી કે, સમઢીયાળા ગામ તરફથી વીંછિયા તરફના રોડ પર નંબર પ્લેટ વગરની સ્વિફટ કારમાં મોટા માત્રા ગામનો ઈશ્વર ઉર્ફે ઇશો દાની હેરફેર કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ વોચ ગોઠવી હતી. દરમિયાન શરમળીયા દાદાના મંદિર પાસેથી શંકાસ્પદ કાર પસાર થતા તેને અટકાવી પોલીસે કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ લાલજી ઉર્ફે અમિત મનસુખભાઈ ચૌહાણ (રહે. રોકડીયાપરા શેરી નંબર એક ચકકરગઢ રોડ, અમરેલી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી પિયા દોઢ લાખની કિંમતનો ૨૨૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દાનો જથ્થો અને કાર સહિત કુલ પિયા ૬.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દાના જથ્થા સાથે ઝડપાયેલા શખસની પૂછતાછ કરતા દાનો આ જથ્થો તેને વીંછિયાના મોટા માત્રા ગામે રહેતા ઈશ્વર ઉર્ફે ઈશુ ભવાનભાઈ બાબરીયાએ ભરી આપ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી બુટલેગર ઈશ્વર ઉર્ફે ઈશાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઈશ્વર સામે અગાઉ આટકોટ, રાજકોટના ડીસીબી પોલીસ સ્ટેશન, જસદણ, વીંછિયા, મોરબી, ભાડલા સહિતના પોલીસ સ્ટેશનમાં મળી દા–જુગાર સહિતના ૧૩ ગુના નોંધાઈ ચૂકયા છે.
આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એમ. ભરવાડની રાહબરીમાં એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા, જીતેન્દ્રભાઇ ગોહિલ, વાઘાભાઈ આલ અને કોન્સ્ટેબલ અમિતદાન, અશોકભાઈ, કાળુભાઈ અને વિજયભાઈ સાથે રહ્યા હતા